બે વર્ષ પૂર્વે વડોદરા ના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના સુવિધાસભર કાર્યાલયનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ એક ફ્લોર સંપૂર્ણ તૈયાર છે, જ્યારે અન્ય ફ્લોર પર માત્ર માળખું તૈયાર છે. આ કાર્યાલયનું શહેર ભાજપ સંગઠન દ્વારા હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે ઉદ્ધાટન કરવાની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 16, ડિસે. પહેલા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં તેવુ સુત્રો જણાવી રહ્યા છે. તે પહેલા આજે ભાજપ શહેપ પ્રમુખ ડો. વિજય શાહ તથા બે મહામંત્રીઓ દ્વારા તેમની પત્ની સાથે કાર્યાલયનું વાસ્તુ પુજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર ભાજપનું કાર્યાલય હાલ સયાજીગંજના મનુભાઇ ટાવરમાં કાર્યરત છે. બે વર્ષ પહેલા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જલારામ મંદિર રોડ પર ભાજપના કાર્યાલયનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નવા તૈયાર થનાર કાર્યાલય ત્રણ માળનું છે. જેમાં વિવિધ ફ્લોર પર વિવિધ મોરચાની ઓફિસ-કેબિન, મીટિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ હશે. હાલ, આ નિર્માણાધીન કાર્યાલયનો ફર્સ્ટ ફ્લોર તૈયાર છે. અને અન્ય ફ્લોરનું માત્ર માળખું તૈયાર છે. ત્યારે હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ ના હસ્તે કાર્યાલયના ઉદ્ધાટનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ 15, ડિસે.ના રોજ ભાજપના મોટા નેતાના પુત્રના લગ્ન પ્રસંગે હાજરી આપનાર છે. શહેરમાં તેમની હાજરીનો લાભ લઇને તેમના જ હસ્તે ઉદ્ધાટન કરાવવાની ગોઠવણ ચાલી રહી છે. જો કે, આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ નવીન કાર્યાલય બહાર પોસ્ટર-હોર્ડિંગ્સ લગાડવા, કાર્યાલયને શણગારના સહિતની કામગીરી થતી નજરે પડી રહી છે. જેથી તેના ઉદ્ધાટનનો અંદાજો દિવસેને દિવસે પ્રબળ બનતો જાય છે.