Vadodara

વડોદરાના મકરપુરા જાંબુઆ પાસે હિટ એન્ડ રન નો બનાવ યમ બનીને આવેલ કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત રીક્ષા ચાલકનું મોત નીપજ્યું

Published

on


વડોદરાના મકરપુરા જાંબુઆ પોલીસ ચેકપોસ્ટ પાસે હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. જેમાં યમ બનીને આવેલી એક કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. જયારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જાંબુઆ પોલીસ ચેકપોસ્ટની સામે જ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસની નજર સામે જ એક કાર ચાલકે પુરપાટ ઝડપે આવી રિક્ષાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે આખી રીક્ષા હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે.

તો બીજી તરફ કાર ચાલક પણ અકસ્માત સર્જી ઘટન સ્થળે થી નાસી છૂટ્યો છે. મૃતક રીક્ષા ચાલક પર આખા ઘરનું ગુજરાન ચાલતું હતું. રીક્ષા ચાલકના મોત થી તેમના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ સંતાનોના પિતા અકસ્માતમાં મોતને ભેટતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ હિટ એન્ડ રનના બનાવને પગલે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

Trending

Exit mobile version