પાદરા થી પોતાના કામ ઘરે આવતા અકસ્માત ફતેપુરા ના હાથીખાના કાચ વાળા હોલ બહાર સર્જાયો અકસ્માત.
- ફતેપુરા વિસ્તારના કાચ વાળા હોલ પાસે કાર સવારીની ટક્કર બાદ ફરાર
- અકસ્માત કુંભારવાડા પોલીસ સ્ટેશનથી આશરે 100 મીટરના અંતરે બન્યો હતો.
- એક ફોર-વ્હીલર ગાડીએ બેદરકારીથી ધક્કો મારયો હતો. અકસ્માત પછી, ગાડીનો ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર
ફતેપુરા ભાંડવાડા: દિવાળીની રાત્રે હિટ એન્ડ રન અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા, પરિવારમાં શોકનો માહોલફતેપુરા ભાંડવાડાના 24 વર્ષીય નૂર અહેમદ પઠાણનો દિવાળીની રાત્રે એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં ઘાયલ થયો. અકસ્માત કુંભારવાડા પોલીસ સ્ટેશનથી આશરે 100 મીટરના અંતરે બન્યો હતો.
મળતી માહિતી મુજબ, નૂર અહેમદ પઠાણ તેમની મોપેડ પર ભાંડવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક ફોર-વ્હીલર ગાડીએ બેદરકારીથી ધક્કો મારયો હતો. અકસ્માત પછી, ગાડીનો ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર જઈ ગયો, જેને સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરયો.
જ્યારેઆ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બનેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે યુવાનને તેના પરિવારજનો દ્વારા અકોટા વિસ્તારની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. નૂર અહેમદ પઠાણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેમને ગંભીર ઈજાઓનું નિદાન થયું છે અને તેમની તબીયત નાજુક કહેવામાં આવી રહી છે.નૂર અહેમદ પઠાણનું લગ્ન 5થી 11 નવેમ્બરના વચ્ચે થવાનું હતું, પરંતુ આ દુખદ ઘટના તેમના પરિવાર માટે ખૂબ જ કષ્ટદાયક બની ગઈ છે. પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે અને ફરાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.આ ઘટના શહેરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.
આ સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.