Vadodara

ઇલેક્ટ્રિક બાઈક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભિષણ આગ, ભારે જેહમત બાદ ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો

Published

on

વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલ ઇલેક્ટ્રિક બાઈક બનાવતી કંપની જૉય ઇ બાઈકમાં મોડી રાત્રે ભિષણ આગની ઘટના બની છે. મોટી માત્રામાં બેટરીનો જથ્થો હોવાથી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની આગની ચપેટમાં આવી ગઈ. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રે શહેરના આજવા રોડ હનુમાનપુરા પાસે આવેલ જોય ઈ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

મોડી રાત્રે 1 વાગ્યાના આસપાસ આગનો બનાવ બન્યો હતો. અને જયારે આ આગનો બનાવ બન્યો ત્યારે કંપનીમાં કેટલા લોકો હાજર હતા. આ ઘટના થી આસપાસના વિસ્તારોમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. બેટરી ફાટતા ધડાકા થતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતા પાણીગેટ, ERC, દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમા લાગી ગયા હતા. પાંચથી વધુ ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે જોતરાઈ ગઈ હતી. આખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનનું અને ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગ ના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે. આ બનાવને લઈને ફાયર સેફ્ટી હતી કે નહીં તેમજ NOC અંગે પણ તપાસનો વિષય બન્યો છે.

Advertisement

Trending

Exit mobile version