વડોદરા શહેરના ગોરવા પોલીસ દ્વારા પાના પત્તા વળે હારજીતનો જુગાર રમતા 7 જેટલા જુગારીયાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે , કેટલાક વ્યક્તિઓ ભેગા મળીને દશામાં મંદિરની પાછળના ભાગે ગેરેજ પાસે ટોળું વળીને હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગોરવા પોલીસના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવતા 7 જેટલા જુગારીયાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
 
પકડાયેલા આરોપીમાં રાજુભાઇ પુનમભાઈ સોલંકી,દિનેશ ચંદુભાઈ વણઝારા,સલીમ બચુભાઇ રાણા,પુનિત જયકૃષ્ણ પંચાલ,આસિફ શબ્બીર દિવાન,અજય લાઘુભાઈ ઠાકોર,તેમજ મનોજ કાળીદાસ દેવીપૂજકની  ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ અંગ જડતીમાં મળેલા  રોકડ  રૂપિયા મળીને 17,550નો મુદ્દામાલ કબ્જે લીધો છે.