વડોદરા શહેરના વારસિયા પોલીસે મકાનમાં જુગાર રમવા માટે એકત્રિત કરેલા જુગરિયાઓ અને મકાન માલિકની ધરપકડ કરીને 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી, 10 જુગરિયાઓની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વારસિયા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, હરણી વારસિયા રિંગ રોડ પર પંચશીલ ડુપ્લેક્ષના મકાન નંબર F-39 માં રહેતો વિકાસ સુભાષચંદ્ર જોષી પોતાના માલિકીના મકાનમાં લોકોને રમી ગેમ પર જુગાર રમવા માટે એકત્રિત કરે છે. અને જુગરિયાઓને જુગાર રમવા સ્થાન પૂરું પાડીને દરેક ગેમ માંથી ભાડા પેટે રૂપિયા મેળવે છે. જે બાતમીના આધારે પોલીસે પંચશીલ ડુપ્લેક્ષના મકાનમાં દરોડો પાડતા વિકાસ ઉર્ફે વિક્કી જોશી તેમજ અન્ય 9 જેટલા જુગરિયાઓ મળી આવ્યા હતા.
પોલીસે જુગરિયાઓની અંગજડતીમાં 9650 રૂપિયા તેમજ દાવ પર લાગેલા 500 રૂપિયા મળી 30 હજારની કિંમતના મોબાઈલ ફોન અને પાનાં પત્તા મળીને 40,150 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે લીધો હતો.જ્યારે દસેય જુગરિયાઓની જુગારધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.