વડોદરા શહેરમાં દેણા ચોકડી આસપાસ.અકસ્માતમાં એક પરીક્ષા ST બસ પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારી હતી.20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા.
- ઇજાઓની તીવ્રતા આંતરિક સૂચનાઓ મુજબ ગંભીર નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.
- આ વિસ્તારમાં ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિકજામની સમસ્યાઓ અગાઉથી જ હતી
- આ વિસ્તારમાં હાઈવે પર ખાડા અને ટ્રાફિકજામ પણ વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બને છે.
વડોદરા શહેર નજીક દેણા ચોકડી પાસે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જાહેર પરિવહન નિગમની (ST) બસે રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે ખચડાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં બસ કન્ડક્ટર સહિત 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, બસમાં સવાર ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતાં હતા. અકસ્માતમાં બસ ડ્રાઈવર અને કન્ડક્ટર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બંને હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, બસની ગતિ વધુ હોવાના કારણે અને રસ્તા પર ધુમ્મસ હોવાને પગલે અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે