વડોદરામાં ગત મોડી રાત્રે દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ
- મોડી રાત્રે નકલી પોલીસ બનીને આવેલા ચાર શખ્સોએ બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૂપિયા પડાવ્યા.
- બરોડા ડેરીમાં ચાલતા ઇન્સ્યુલેટર ટેમ્પોમાં ડ્રાઇવાર દિવ્યેશ સુરેશભાઈ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
વડોદરા નજીક્ દુમાડ ગામ પાસે મોડી રાત્રે નકલી પોલીસ બનીને આવેલા ચાર શખ્સોએ બરોડા ડેરીની ગાડી ચેક કરવાના બહાને રૂપિયા 1.87 લાખ રોકડા તેમજ બે મોબાઈલ તફડાવીને ફરાર થઈ ગયા હતા.
શહેર નજીક આવેલા વડદલા ગામે બાપાસીતારામવાળા ફળિયામાં રહેતા દિવ્યેશ સુરેશભાઈ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું છેલ્લા ત્રણ વર્ષથી રઘુવીરસિંહ પરમારની બરોડા ડેરીમાં ચાલતા ઇન્સ્યુલેટર ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરું છું. અમારે સાવલી રૂટ હોવાથી રોજ બરોડા ડેરીમાંથી દૂધ તેમજ તેની પ્રોડક્ટો લઈને સાવલી તાલુકામાં વેચાણ માટે જવાનું હોય છે.
જ્યારે તારીખ 5 ના રોજ હું તેમજ શેઠનો માણસ કલ્પેશ ચંદ્રકાંત વણકર બંને બરોડા ડેરીમાંથી દૂધની પ્રોડક્ટો લઈને વેચાણ માટે સાવલી તાલુકામાં નીકળ્યા હતા. તાલુકાના વિવિધ ગામોમાં આવેલી દુકાનોમાં દૂધની પ્રોડક્ટો વેચી તેની રોકડ રકમ લઈને અમે વડોદરા પરત ફરતા હતા.