- ચૂંટણીમાં ‘સોટા’ પાડવાની લ્હાણી: પ્રચારમાં ભીડ દેખાડવા માટે માથાદીઠ 200 રૂપિયાનો ખેલ; રાજકીય ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ.
- ઉમેદવારોનો વિરોધ: મતદારોને રિઝવવા નીકળેલા ઉમેદવારોને ઠેર-ઠેર લોકોના આક્રોશનો સામનો; વિકાસના વચનો પર સવાલો.
- રણમેદાનમાં રાડો: શામ-દામ-દંડ-ભેદની નીતિ; વિરોધી જૂથો વચ્ચે ઝઘડા અને મારામારીની ઘટનાઓથી તંગદિલી.
- રાજકીય ગરમાવો: ઢોલ-નગારાં વચ્ચે પક્ષોની કસી કસોટી; શું આ ‘ખરીદાયેલી ભીડ’ મતદારોને બદલી શકશે?
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી હવે તબક્કે પહોંચી છે કે જ્યાં રાજકીય પક્ષો ‘ગમે તે ભોગે’ સત્તા મેળવવાના મનસૂબા સાથે મેદાને પડ્યા છે. શહેરભરમાં ચૂંટણીનો માહોલ રંગત પકડી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે જે લોકશાહીની મર્યાદા સામે સવાલો ઉભા કરી રહી છે.
👉ભીડ ભાડવા માટે રૂપિયાની લ્હાણી?
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો ભીડ ભેગી કરવા માટે ભારે હાંફી રહ્યા છે. જોકે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, પોતાની લોકપ્રિયતા દર્શાવવા અને વિરોધીઓના ‘સોટા પાડવા’ માટે ઉમેદવારો દ્વારા માથાદીઠ 200 રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે. પ્રચારની ફેરણીઓમાં દેખાતી આ ભીડ ખરેખર જનસમર્થન છે કે પૈસાથી ખરીદાયેલી ભીડ? તે ચર્ચાનો વિષય બન્યો છે.
🗣️ઉમેદવારોને મતદારોનો આક્રોશ:
એક તરફ જ્યાં પૈસાનો ખેલ ખેલાઈ રહ્યો છે, તો બીજી તરફ ગલી-ગલીમાં મતદારોને રિઝવવા જતા ઉમેદવારોને ઠેર-ઠેર લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષો પછી ચૂંટણી ટાણે જ મતદારોના દ્વારે નતમસ્તક થતા નેતાઓ સામે રહીશોએ સવાલોનો મારો ચલાવી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓની માંગણી સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
🧐હિંસા અને આક્ષેપબાજી:
ચૂંટણીના આ રણસંગ્રામમાં હવે ગરમાવો વધી ગયો છે. શામ-દામ-દંડ-ભેદની નીતિ અખત્યાર કરતા વિરોધી જૂથો વચ્ચે તકરાર, ઝઘડા અને મારામારીની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેને પગલે તંત્ર અને પોલીસ માટે કાયદો-વ્યવસ્થા જાળવવી એક પડકાર બની ગયો છે.
🫵વિકાસના વચનો કે પૈસાની લ્હાણી, શું ખરીદી શકશે મતદારોનો વિશ્વાસ? આ તો સમય જ કહેશે. અત્યારે તો સમગ્ર શહેરમાં માત્ર એક જ ચર્ચા છે કે આગામી દિવસોમાં આ રાજકીય ઉત્તેજના કઈ દિશામાં વળશે.