Vadodara

એકટીવાની ડેકી માંથી 5 લાખની ચોરી કરનાર બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત

Published

on

શહેરના યાકુતપુરા વિસ્તારમાં એકટીવાની ડેકીમાં રાખેલા 5 લાખ રોકડ રકમની ચોરી કરવાના કિસ્સામાં પકડાયેલા બે આરોપીઓને સીટી પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને અન્ય જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ગત 12 માર્ચના રોજ દાઉદ શહીદ ચોક પાસે પાર્ક કરેલી એકટીવાની ડેકી તોડીને ડેકીમાં મુકેલા 8,61,170 રોકડ માંથી અઢી અઢી લાખના બે બંડલ એમ 5 લાખની રોકડ રકમની ચોરી થઇ હતી. જે અંગે સીટી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

સીટી પોલીસ મથકના સ્ટાફે તપાસ કરતા રોકડ રકમની ચોરી કરનાર બંને આરોપીઓ વસીમખાન યુસુફખાન પઠાણ તેમજ મહંમદ હુસેન ઉર્ફે કાલુ મિર્ઝા હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપીઓની સીટી પોલીસે ધરપકડ કરી હતી.


પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાથી ધી ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એક્ટીવીટીઝ એક્ટ PASA હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વસીમખાન યુસુફખાન પઠાણને ભુજ મધ્યસ્થ જેલમાં તેમજ આરોપી મહંમદ હુસેન ઉર્ફે કાલુ મિર્ઝાને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Trending

Exit mobile version