Connect with us

Dabhoi

ડભોઇ: માતાએ માનવતા લજવી, નવજાત બાળકને કેનાલ પર તરછોડ્યું

Published

on

વડોદરા પાસે ડભોઇમાં માતાએ માનવજા લજવી હોવાની ઘટના સામે આવી છે. અજાણી મહિલા તાજા જન્મેલા બાળકને કેનાર પર તરછોડી મુકીને ફરાર થઇ છે. નવજાત પોતાનાની શોધમાં રડી રહ્યું હતું. તેવામાં બાળક રડવાનો અવાજ રાહદારીના કાને પડતા તે નવજાત ત્યજી દેવામાં આવેલા બાળક સુધી પહોંચ્યા હતા. અને આ અંગે બાળકનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટમાં લઇ જવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

બાળકનો જન્મ થાય ત્યારે માતા તેને પોતાની જોડે વળગાડીને જ રાખતી હોય છે. તે સમયે માતાની હૂંફ બાળક માટે દવાની ગરજ સારે તેવી હોય છે. પરંતુ કેટલીક માતાઓ માનવતા લજવે તેવું કૃત્ય કરતા પણ ખચકાતી નથી. આવો જ એક કિસ્સો વડોદરા પાસેના ડભોઇમાં સામે આવ્યો છે. ડભોઇમાં આવેલી બાણજ કેનાલ પર ત્યજી દેવામાં આવેલું આજે એક તાજુ નવજાત બાળક પોતાના વ્યક્તિને ઝંખતા રડે છે. પરંતુ આસપાસમાં તેની મદદે આવનારૂ કોઇ નથી હોતું. દરમિયા નજીકમાંથી એક રાહદારી પસાર થાય છે. અને તેના કાને બાળક રડતું હોવાનો અવાજ પડે છે.

Advertisement

રાહદારી આગળ વધવાનું છોડીને જે દિશામાંથી બાળકના રડવાનો અવાજ આવે છે, તે તરફ ડગ માંડે છે. અને ગણતરીની મીનીટોમાં જ તે બાણજ કેનાલ નજીક પહોંચે છે. તેના પર એક તાજુ જન્મેલુ બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવે છે. રાહદારી તુરંત તેની નજીક જઇને તેને હાથમાં લે છે, અને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન આસપાસના લોકો પણ ત્યાં એકત્ર થઇ જાય છે.

આ બાદ તાત્કાલીક સ્થાનિક પોલીસને આ અંગેની જાણ કરવામાં આવે છે. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્યજી દેવાયેલા બાળકના વાલી-વારસાની શોધખોળ હાથ ધરી છે. જેટલા લોકો માતાએ ત્યજી દીધેલા બાળક અંગે જાણે છે, તે તમામ કઠોર દિલ માતા પર ફીટકાર વરસાવે છે. હાલ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તેની તબિયત સ્થિર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Vadodara6 hours ago

બિલ્ડરની ઓફિસ માંથી ચોરી થયેલું DVR શોધવા ફાયરબ્રિગેડ કામે લાગ્યું,અંતે પોલીસે કબ્જે લીધું

Vadodara2 days ago

સંસ્કારી નગરી દેશભક્તિમાં ગળાડુબ, ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં તિરંગા યાત્રા સંપન્ન

Vadodara2 days ago

VMC ના સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિવારે સવાલો ઉઠાવ્યા

Vadodara3 days ago

રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ

Vadodara3 days ago

તિરંગા યાત્રાને લઇને તંત્રએ કમર કસી, 50 હજાર લોકોને જોડવાનું આયોજન

Vadodara3 days ago

કારેલીબાગની સોસાયટીઓમાં પાણીનો કકળાટ, જન આક્રોશ જોઇને કોર્પોરેટર દોડી આવ્યા

Vadodara5 days ago

પંપ પરથી ગુલાબી પેટ્રોલ ભરાયું હોવાનો દાવો, બાઇકની સર્વિસ કરતા મિકેનીક પણ ચોંક્યો

Dabhoi6 days ago

વડીલના હાથે દાન અપાવવાના ઝાંસામાં વૃદ્ધાએ લાખો રૂપિયાનું સોનું ગુમાવ્યું

Trending