અસામાજિક તત્વો રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશ્રય મેળવી જાહેર સલામતી અને શાંતિ ભંગ કરી શકે છે.
- માલિકો વુડાના આવાસો રૂ.2થી 3 હજારમાં ભાડે આપી દે છે.
- નાગરિકોની સુરક્ષા અને સુવિધા અંતર્ગત દુકાન તથા મકાન ભાડે આપનાર માલિકોને ભાડા કરાર ફરજિયા.
- ભાડુઆત અંગેની જાણ ન કરનાર 11 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શહેરના સોમા તળાવ પાસે આવેલી ગરીબ આવાસ યોજનાના વુડાના આવાસો રૂ.2થી 3 હજારમાં ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધણી ન કરાવનાર 11 મકાન માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો હતો.
જ્યારે અસામાજિક તત્વો રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશ્રય મેળવી જાહેર સલામતી અને શાંતિ ભંગ કરી શકે છે. જેથી નાગરિકોની સુરક્ષા અને સુવિધા અંતર્ગત દુકાન તથા મકાન ભાડે આપનાર માલિકોને ભાડા કરાર, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી અથવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તેમ છતાં ભાડા કરાર ન કરી તથા સ્થાનિક પોલીસને ભાડુઆત અંગેની જાણ ન કરનાર 11 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ભગવાનસિંગ જેનુંસિંગ પવાર (ગાયત્રીનગર, જાંબુઆ), મીનાબેન અશોકભાઈ સોલંકી (હરીજનવાસ, મકરપુરા), પુનમબેન ધનજીભાઈ સોલંકી (શિવાનગર, માણેજા ક્રોસિંગ), સુનિલભાઈ ચીમનભાઈ સોલંકી (પાયલ પાર્ક સોસાયટી, એરફોર્સની બાજુમાં, મકરપુરા), યસ જગદીશભાઈ તડવી (બાવચાવાડ, પાણીગેટ), પરવીનબાનુ ફરિદઅહેમદ કાગદી (મોટી મોડવાડ, ચોખંડી), જૈતુનબાનું ઉસ્માનભાઈ શેખ (વુડાના મકાન, સોમા તળાવ), આરીફાબાનુ જાવેદખાન પઠાણ (ગોવિંદ પટેલનોવાડો, મદાર મહોલ્લો), સબીરહુસેન કુરબાનહુસેન મેવલીવાલા (રામપાર્ક, દશાલાળ ભવનની સામે, આજવા રોડ), અબ્દુલ કાદર અબ્દુલ રહેમાન (એકતાનગર, આજવા રોડ) અને વસંતભાઈ મણીલાલ સોલંકી (પાયલ પાર્ક સોસાયટી, એરફોર્સની બાજુમાં, મકરપુરા) નો સમાવેશ થાય છે.