શહેર સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પાછળ ગોપાલ કારાભાઇ વાઘેલાના મકાન પાઠળ ખુલ્લી જગ્યામાં મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું છે
- સ્ટેટ મોનિટરીંગ સેલે ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બિલકુલ પાછળ રમાતા જુગારધામ પર દરોડો પાડ્યો.
- એસએમસીએ 12 જુગારીઓને ઝડપીને 7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
- 14 મોબાઇલ ફોન, 255390 રોકડા, 18 વાહનો મળીને 771490 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો.
વડોદરા સ્ટેટ મોનિટરીંગ સેલે ફરી એક વાર વડોદરા પોલીસનું બ્રાન્ચને કલંક લાગ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બિલકુલ પાછળ રમાતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
શહેર સ્ટેટ મોનિટરીંગ સેલે ફરી એક વાર વડોદરા પોલીસબ્રાન્ચને કલંક લાગ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બિલકુલ પાછળ રમાતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. એસએમસીએ 12 જુગારીઓને ઝડપીને 7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 22 જુગારી ફરાર થઇ ગયા હતા
વડોદરા સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પાછળ ગોપાલ કારાભાઇ વાઘેલાના મકાન પાઠળ ખુલ્લી જગ્યામાં મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું છે જેથી પોલીસે રવિવારે રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસનો દરોડો પડતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
શહેર પોલીસે સ્થળ પરથી ચીરાયુ નવીન બારીયા, ગોપાલ કારભાઈ વાઘેલા, જયંતી રાજુ વાઘરી, ત્રિલોચન સિંઘ પ્રદિપસિંઘ પંજાબી, રવી અંબાલાલ રાણા, સંગ્રામસિંહ ચન્દ્રસિંહ ખાનવીલકર, સ્વેતાંગ દોલતરામ હીરે, ઇબ્રાહિમ બશીર મલેક, રતિલાલ ભીખાભાઇ કોળી, શિવરાજ અલજીભાઇ વોરા, પિયુષ ભૂપેન્દ્ર પટેલ, મોઇ અલી સૈયદને ઝડપી પાડ્યા હતા
તે સમયે હુસેન ખાન ઉસ્માન ખાન પઠાણ, અફઝલ ઉર્ફે અન્નુ ઉસ્માન પઠાણ, સંદીપ ઉર્ફે પુટ્ટો રાજુ રાજપૂત,, ચંદન ઉર્ફે ચુલબુલ તથા મનુ દેવીપૂજક સહિત 22 શખ્સ પોલીસને જોઇને ફરાર થઇ ગયા હતા જેથી પોલીસે તેમના વાહનોના નંબરના આધારે તપાસ શરુ કરી હતી.
શહેર પોલીસે જુગારીઓ પાસેથી 14 મોબાઇલ ફોન, 255390 રોકડા, 18 વાહનો મળીને 771490 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ માટે પાણીગેટ પોલીસને હવાલે કરાયા હતા.