Vadodara

મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી

Published

on

વડોદરા શહેર માંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઇવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે. આવી મોટર સાયકલની ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 19 જેટલી ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી હતી. આ મોટરસાયકલ ચોર હાઈવે પાસે પાર્ક કરેલી મોટર સાયકલ ચોરી કરીને રાજસ્થાન મોકલી આપતા હતા. જ્યારે પોલીસને કુલ 19 જેટલા વાહન ચોરીના ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

વડોદરા શહેરથી જિલ્લામાં આવેલા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરવા જતા નોકરીયાતો કેટલાક પીક અપ જંક્શન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે.અમિત નગર સર્કલ, એરપોર્ટ સર્કલ, કપુરાઈ ચોકડી,આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુવિલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે.

Advertisement

આખો દિવસ પડી રહેતી મોટરસાયકલ સાંજે તેઓ નોકરીએથી પરત આવીને ઘરે લઈ જતા હોય છે. આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લને બિનવારસી પડેલી મોટરસાયકલ ચોરી કરવાની તક મળી જાય છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે,અજબડી મિલ પાસે નિતેશ કચુભાઇ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ બે વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા.

પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોની પોલીસે અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી.આ દરમિયાન તેઓએ શહેરમાં થઈ રહેલી વાહન ચોરી પૈકી કુલ 19 જેટલી મોટર સાયકલો ચોરી કરીને રાજસ્થાન મોકલી આપી હોવાની કબુલાત કરી હતી.

બંને ચોર તત્ત્વો શહેરના જાંબુઆ, કપુરાઈ, ગોલ્ડન, વાઘોડિયા, વરણામા તેમજ l&t સર્કલ નજીક વોચમાં બેસતા હતા. શહેરના ગુરુકુળ ચાર રસ્તા, માણેકપાર્ક, ખોડીયાર નગર, હરણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તા ઉપર નોકરીએ જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતી મોટરસાયકલ તેમજ હાલોલ ખાતેની કંપનીઓ પાસેથી મોટર સાયકલની ચોરી કરી હોવાની તેઓએ કબુલાત કરી હતી.

Advertisement

આ ચોરી કરેલી મોટર સાયકલ રાજસ્થાન ખાતે લઈ જઈને રાજસ્થાનના જુદા જુદા લોકોને મોટર સાયકલો મામૂલી કિંમતે વેચી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તમામ મોટરસાયકલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંનેવ આરોપીઓ પાસેથી શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી 19 જેટલી મોટર સાયકલો રાજસ્થાન ખાતેથી રિકવર કરીને બંને બાઈક ચોર ગઠિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version