City

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Published

on

વડોદરા શહેરમાં બિલ્ડરો દ્ધારા આચરવામાં આવતી છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. જીવનભર બચત કરી જમા કરેલ પૂજી અને લોન લઇ દરેક વ્યક્તિ શહેરમાં પોતાના સપનાનું ઘર વસાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ શહેરમાં એક વિધવા મહિલાને પોતાના સપના નું ઘર વસાવાનુ સપનું ભારે પડ્યું ઠગ બિલ્ડરે મકાનોની સ્કીમ લોન્ચ કરી વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી દસ્તાવેજ ના કરી આપી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાન્ચના ચોપડે નોંધાઈ છે.

શહેરના સેવાસી-અકોડિયા રોડ પર આવેલ એન્ટીકા ગ્રીનવુડ્સમાં રહેતા અને ઇન્ટિરિયર ડિઝાઈનરના વ્યવસાય સાથે સંકળાયેલ ઋતુબેન મિહીરભાઈ પંચાલે ક્રાઇમબ્રાન્ચમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર વર્ષ 2019માં કોર્નર પોઇન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના ડાયરેક્ટર મેહુલભાઇ દિલીપભાઇ પંડ્યાએ વડોદરા અંકોડીયા ખાતે લોન્ચ કરેલ ઉટોપીયન કોર્નર નામની રહેણાક મકાનોની સ્કીમમાં ફ્લેટ નં પીઇ 4 અને પીઇ 77 રૂ.1.80 કરોડમાં બુક કરાવ્યા હતા. જે બંને ફ્લેટ પેટે રૂ. 1 લાખના બે ચેકો મળી કુલ 2 લાખ આપેલ હતા.

Advertisement

આ સાથે મારા પિતા રાજેન્દ્રભાઇ ગણાત્રાના નામથી મેહુલભાઇ પંડ્યાની સેવાસી ખાતે બીજી હેરીટેજ કોર્નર નામની રહેણાંક ફ્લેટોની સ્કીમનું આયોજન કરેલ તે સ્કીમમાં ફ્લેટ નંબર-33 વર્ષ 2012માં બુક કરાવેલ જે પેટે ટુકડે ટુકડે રોકડા રૂપિયા 1.25 કરોડ આપેલ અને દોઢ-બે વર્ષમાં ફ્લેટનું બાંધકામ પુર્ણ કરીને દસ્તાવેજ કરી આપવાનું કહેવામાં આવ્યું હતું.

પરંતુ મારા પિતાને બિલ્ડર મેહુલ પંડ્યાએ બાંધકામ પૂર્ણ કરી આપેલ નહિ અને બુક કરાવેલ ફ્લેટનો દસ્તાવેજ સમયસર કરી આપેલ નહિ જેથી મારા પિતા રાજેન્દ્રભાઇ અને મેહુલભાઇ પંડ્યા વચ્ચે વર્ષ 2018માં સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરી બાંહેધરી આપી મેહુલભાઇ પંડ્યાએ મારા પિતાને નુકશાની સાથે કુલ 2.05 કરોડ ત્રણ માણસમાં આપવાનું નક્કી કરી વિશ્વાસ આપેલ હતો. પરંતુ મેહુલભાઇ પંડ્યાએ બાહેંધરી કરાર મુજબ સમયસર નાણા પણ ચુકવેલ નહી કે બાહેંધરી કરારમાં નક્કી થયા મુજબ સમયસર દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો. આ બદલામાં પિતાના આપેલ નાણાંને મારા નામથી ઉટોપીયન કોર્નર નામની સ્કીમમાં ફ્લેટ નંબર-પીઇ 4 અને ફ્લેટ નંબર-પીઇ 7માં આ રકમ ભરપાઈ કરવાની મૌખિક વાતચીત થઈ હતી.

અદાલતમાં દાવો માંડતા હેરિટેજ કોર્નરમાં મારા પિતાએ બુક કરાવેલ ફ્લેટનો બાનાખત વર્ષ 2015માં કેતનભાઈ શાહને કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને મારા નામથી બુક કરાવેલ ફ્લેટનો ટેક્સ ભર્યો ન હોય વડોદરા સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા તે ફ્લેટ ટાંચમાં લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સાઈટ ખાતે જઈ તપાસ કરતા અમે ખરીદેલ બંને ફ્લેટના તાળા મેહુલ પંડ્યાએ તોડી અન્ય વ્યક્તિને વેચાણ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગોરવા સબ રજીસ્ટરની કચેરીએ તપાસ કરતા મેહુલ પંડ્યાએ મારી ખોટી સહી કરી બાનાખત કરાર રદ કરાવ્યો હતો.

Advertisement

ઋતુબેન મિહીરભાઈ પંચાલે બિલ્ડર મેહુલ પંડ્યા વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઠગ બિલ્ડરને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version