વડોદરા શહેરના વરણામાં પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબ ભરેલી એક કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વરણામાં પોલીસ મથકમાં સ્ટાફને બાતમી મળી હતી કે, શાહપુરા ગામે બુટલેગર સચિન પાટણવાડીયા દ્વારા વિદેશી શરબનો વેપલો કરવા માટે મારુતિ બ્રેઝા કારમાં વિદેશી શરાબ લાવવામાં આવી રહ્યો છે. જે કાર સલાડ ગામ તરફથી શાહપુરા ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે શાહપુરા ગામ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાડી બ્રેઝા કાર આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરતા પાછલી સીટ પર બેસેલો એક વ્યક્તિ કાર માંથી ઉતરીની નાસી છૂટ્યો હતો.જ્યારે કારમાં ડ્રાઇવર સીટ પર કમલાપ્રસાદ ઉર્ફે કાવો કહાર તેમજ બાજુની સીટ પર સચિન પાટણવાડીયા બેસેલો મળી આવ્યો હતો.
જ્યારે મારુતિ બ્રેઝા કારમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી સચિન પાટણવાડીયા તેમજ વડોદરાના આજવા રોડ પર રહેતો કમલાપ્રસાદ ઉર્ફે કાવો કહારની ધરપકડ કરી હતી.જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી સુનિલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી એક મારુતિ બ્રેઝા કાર ,1572 નંગ વિદેશી શરાબની બોટલો તેમજ બે મોબાઈલ ફોન મળીને 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.