જયારે કેલેન્ડર વર્ષનો અંતિમ મહિનો આવતો હોય છે ત્યારે અંતિમ તહેવાર નાતાલ આવતો હોય છે અને નાતાલના તહેવારની ખ્રિસ્તી સમુદાય દ્ધારા ધામધૂમ થી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે નાતાલ પર્વ નિમિતે વહેલી સવાર થી શહેરના ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાયના લોકોની ભીડ જોવા મળી હતી પ્રભુ ઈસુના જન્મ દિવસ નિમિતે ઐતિહાસિક ફતેગંજ મેથોડીસ ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના સમુદાય દ્ધારા પ્રાર્થના સભા યોજી પ્રભુ ઈસુના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી
આજે 25 ડિસેમ્બર એટલે પ્રેમના સંદેશાવાહક ઈસુ મસિહાનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી દરેક મહાન વિભૂતીઓનો જન્મ એક ઉદેશ્ય માટે થતો હોય છે જીસસ ક્રાઇસનો જન્મ પણ માનવ ધર્મને સમજવવા માટે થયો હતો તેઓ પ્રભુના સંદેશાવાહક બનીને આવ્યા હતા અને એટલે જ નાતાલ ઈશ્વરને માન આપવા નો દિવસ ગણાય છે
આજે વડોદરા શહેરના ફતેગંજ સ્થિત લાલચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો એકત્રિત થયા હતા અને ચર્ચ ખાતે પ્રાર્થના સભા સાથે નાતાલ પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રાર્થના સભા બાદ એકમેકને ગળે મળી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી