વડોદરામાં પાંચ દિવસ પહેલા પણ છાણી વિસ્તારમાં 62 લાખના દારૂ સાથે કન્ટેનર પકડાયું હતું.
- છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2.69 કરોડનો દારૂ પકડાયો,પીઆઇ ગઢવી સસ્પેન્ડ થયા હતા.
- 11 ગુનાઓમાં કબજે લેવામાં આવેલો 2.50 કરોડનો દારૂ આજે નાશ કરવામાં આવ્યો.
- વહીવટી અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને પાથરી દઈ તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું.
શહેરનો છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી દારૂના મુદ્દે ચર્ચામાં રહ્યો છે. જેમાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અઢી કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.
જ્યારે થોડા સમય પહેલા છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2.69 કરોડનો દારૂ પકડાયો હતો અને તેમાં પીઆઇ ગઢવી સસ્પેન્ડ થયા હતા. ત્યારબાદ પાંચ દિવસ પહેલા પણ છાણી વિસ્તારમાં 62 લાખના દારૂ સાથે કન્ટેનર પકડાયું હતું.
ઉપર જણાવેલ બંને ગુનાનો દારૂનો જથ્થો હજી નાશ કરવાનો કોર્ટનો હુકમ મળ્યો નહીં હોવાથી તેને રાખી મુકવામાં આવ્યો છે. પરંતુ તે સિવાયના બાકીના 11 ગુનાઓમાં કબજે લેવામાં આવેલો 2.50 કરોડનો દારૂ આજે નાશ કરવામાં આવ્યો હતો.
જ્યારે આજે કોયલી ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અન્ય વહીવટી અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને પાથરી દઈ તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.