- ગાંજા સાથે ધરપકડ: લક્ષ્મીપુરા પોલીસે અંકોડિયા કેનાલ પાસેથી 09.46 ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા.
- બિહારના યુવકો સંડોવાયેલા: ગોત્રી વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની એવા ત્રણ શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
- મુદ્દામાલ જપ્ત: પોલીસે બાઇક, મોબાઇલ અને નશીલા પદાર્થ સહિત કુલ રૂ. 45,473 ની મત્તા કબ્જે કરી.
- પોલીસની કડકાઈ: શહેરમાં ડ્રગ્સની બદી નેસ્તનાબુદ કરવા પોલીસ વહીવટી તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવન પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓના કડક આદેશો અનુસાર, પોલીસે અંકોડિયા કેનાલ રોડ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડી તેઓની પાસેથી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે.
🧐શું હતી સમગ્ર ઘટના?
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. રાજપૂતની સૂચનાથી ASI કમલેશભાઈ ભીખાભાઈ અને પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અંકોડિયા કેનાલ રોડ પાસે ત્રણ ઇસમો એક મોટરસાઇકલ પર શંકાસ્પદ હાલતમાં ઊભા હતા અને તેઓએ નશો કરેલો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેઓની અટકાત કરી તપાસ કરતા તેઓ વગર પાસ-પરમિટે આર્થિક ફાયદા માટે દર્શનમ કિંગની નવી બંધાતી સાઈટ પાસેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મેળવીને આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
👮પકડાયેલા આરોપીઓની વિગતો:
પોલીસ પકડમાં આવેલા ત્રણેય શખ્સો મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની છે અને હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગર પાસે ગોકુલ નગરમાં રહે છે
1. બિટુકુમાર બિનુભાઈ મહેતો
2.વિશાલકુમાર રામબાબુરાય
3. ઉમેશકુમાર કૈલાશભાઈ મહેતો
🚨કબ્જે કરાયેલ મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 09.46 ગ્રામ વજનનો ગાંજો (કિંમત રૂ. 473), પ્લાસ્ટિકની થેલીઓ, 3 મોબાઇલ ફોન (કિંમત રૂ. 15,000) તેમજ GJ-06-LQ-9366 નંબરનું મોટરસાઇકલ (કિંમત રૂ. 30,000) મળી કુલ રૂ. 45,473 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લક્ષ્મીપુરા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.