Vadodara

વર્ક પરમિટના નામે મોટું ફ્રોડ! આયર્લેન્ડ મોકલવાની ખાતરી આપી દંપતી સાથે છેતરપિંડી

Published

on

વડોદરાના કારેલીબાગની નિવૃત્તિ કોલોનીમાં રહેતા સત્યેન અનિલભાઈ ઢોમાસે છેતરપીંડીનો ભોગ બન્યા.

  • વર્ષ 2021માં આયર્લેન્ડ વર્ક વિઝા માટે પ્રયાસ દરમ્યાન તેમને લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની જાહેરાત મળી.
  • આશિષે આયર્લેન્ડમાં નોકરી અને રહેવાની વ્યવસ્થા કરાવી આપવાની ખાતરી આપી.
  • વિઝા ન મળતા અને રૂપિયા પરત ન આપતા દંપતી છેતરાયા હોવાનું જણાયું.

વડોદરામાં કારેલીબાગની નિવૃત્તિ કોલોનીમાં રહેતા કેમિકલ વેપારી સત્યેન અનિલભાઈ ઢોમાસે સાથે વિદેશી વિઝાના બહાને કરોડો રૂપિયાનું છેતરપીંડી થયાનો કેસ સામે આવ્યો છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વર્ષ 2021માં ઢોમાસે અને તેમની પત્ની આયર્લેન્ડ વર્ક વિઝા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની એડવાઇઝરી જોઈ.

માંજલપુર દીપ ચેમ્બર વિસ્તારમાં આવેલી આ ઓફિસમાં માનસીબેન પંચાલે તેમને આશિષ ગવલી પાસે મોકલ્યા, જેણે આયર્લેન્ડમાં નોકરી અને રહેવાની વ્યવસ્થા કરાવી આપવાનું કહ્યું હતું.આશિષ ગવલી અને કંપનીના ડિરેક્ટર કુણાલ નિકમે દંપતી પાસેથી કુલ બે લાખ રૂપિયા લઈને છ મહિનામાં વિઝા મળી જશે એવી ખાતરી આપી હતી. સાથે એગ્રીમેન્ટ પેપર પણ તૈયાર કરાવવામાં આવ્યું, જેમાં વિઝા ન મળે તો પૈસા પરત આપવાની શરત લખાયેલી હતી. તેમણે “ઍમેઝોન” કંપનીના વેરહાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરીનું ઓફર લેટર અને “હમ્બલ હંતરસ” એજન્સી મારફતે નોકરી અપાશે એવી વાત પણ કરી હતી.

પરંતુ લાંબા સમય પછી પણ ન તો વિઝા મળ્યો, ન તો પૈસા પરત આપ્યા. છેતરપીંડીની સમજ થતા સત્યેન ઢોમાસેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. પોલીસે હવે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના સંચાલકો સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version