તરસાલીમાં શાંતમ ફ્લેટમાં રહેતા ઉષાબેન પ્રદીપકુમાર રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે..
- નજીવી બાબત ટાવરમાં રહીએ છીએ તેના માસિક મેન્ટેનન્સ રૂ.700 છે
- બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબની માગણી કરતા.
- 9:45 વાગે ટાવરના સભ્ય સાથે કોમન કમિટીને હિસાબ બાબતે મારામારી થઈ.
વડોદરા શહેરના તરસાલીમાં શાંતમ ફ્લેટમાં રહેતા ઉષાબેન પ્રદીપકુમાર રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમે જે છે ટાવરમાં રહીએ છીએ તેના માસિક મેન્ટેનન્સ રૂ.700 છે અને મારા પતિ કમિટી મેમ્બર નામે ભાવેશભાઈ તથા મિતુલભાઈ તથા અલ્પેશભાઈ પાસે બે દિવસ પહેલા બિલ્ડર દ્વારા હેન્ડ ઓવર કરેલા રૂપિયાના હિસાબની માગણી કરી હતી. પરંતુ તેઓ કોઇ જવાબ આપ્યો ન હતો.
જ્યારે ગત રાત્રે 9:45 વાગે મારા પતિ અને ટાવરના સભ્ય કિશોરભાઈ તથા કિશનભાઇ ચૌધરી વગેરે સાથે કોમન કમિટીને હિસાબ બાબતે વાતચીત કરતા હતા. તે વખતે સી ટાવરમાં રહેતા મિતુલભાઈ પટેલ તથા અલ્પેશભાઈ આવ્યા હતા અને મારા પતિનો વિરોધ કરી જણાવ્યું હતું કે તમને હિસાબ નહીં મળે થાય તે કરી લે.. તેઓ બૂમાબૂમ કરતા હોય હું ટાવરની નીચે ગઈ હતી. તે વખતે આ બંને મારા પતિ સાથે જપાજપી કરી ગાળો બોલતા હતા. હું મારા પતિને છોડાવા જતા મિતુલભાઈની પત્ની પ્રિયાબેન મને જાતે અપમાનિત શબ્દો કહ્યા હતા અને તેઓનું ઉપરાણું લઈને અમિતભાઈ પરમારે લાફો મારી દીધો હતો.