વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગૂ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીના કારણે એબિવિપી મેદાનમાં આવ્યું. વાઇસ ચાન્સેલર ને આવેદન પત્ર આપવા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિખ્યાત MSUમાં કોમન એક્ટ લાગૂ થયા પછી સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં સમસ્યા ઉભી થઇ છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને અગાઉ 55 ટકાએ એડમિશન અપાતું હતું. અને હવે નવા એક્ટમાં 55 ટકાએ એડમિશનનો નિયમ ન હોવાથી વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની સ્થિતનું નિર્માણ થયું છે. જેના કારણે આવા વિદ્યાર્થીઓના હિત માટે એબિવિપી મેદાનમાં આવ્યું છે. એબિવિપી દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર આપવા માટે પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
આવેદન પત્ર આપી રજૂઆત કરવા જતા ABVPના વિદ્યાર્થીઓને ગેટ પર જ રોકવામાં આવતા વિજિલન્સ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા. આ સાથે જ વિજિલન્સ દ્વારા અધિકારી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે.