શહેર ના પૂર્વ વિસ્તારમાં વીજ પુરવઠો બે કલાકથી વધુ સમય માટે બંધ રહ્યો.
વાદવિવાદ બાદ રહીશો દ્વારા ઓફિસની બારીઓના કાચ તોડવામા આવ્યા.
ઘટનાને પગલે વિસ્તારના નાગરિકોમાં તણાવ અને અસંતોષનું વાતાવરણ.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કાર્યાલય ખાતે તોડફોડની ઘટના સામે આવી છે.મેળતી માહિતી અનુસાર, પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા બે કલાકથી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. લાંબા સમય સુધી લાઈટો ન આવતાં રહીશો રોષે ભરાયા હતા.
ગુસ્સે ભરાયેલા રહીશો મોટી સંખ્યામાં MGVCLના કાર્યાલયે પહોંચી ગયા હતા અને કર્મચારીઓ સાથે વાદવિવાદ બાદ મારામારીની ઘટના બની હતી.હાલત તંગ બનતા રહીશોએ ઓફિસની બારીઓના કાચ ફોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
MGVCLના કર્મચારીઓએ ઘટનાની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ઘટના બાદ વિસ્તારના વીજ પુરવઠાને લઈ નાગરિકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.