વડોદરા શહેરમાં ફરી એક વખત ગુન્હાખોરી વધવા માંડી છે. પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ કેટલાક માથાભારે તત્વોને ડામવા દમ દેખાડ્યો હતો.
- ખુલ્લી તલવાર લઈ વિસ્તારમાં ખોફ ઉભો કરનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયો.
- ટાઉનશીપમાં એક યુવક પર તલવાર વીંઝતો કેમેરામાં કેદ થયો.
- એક મોપેડ પર અન્ય બે શખ્સો આવતા તેની આગળ તલવાર મૂકી દેવામાં આવે કેમેરેમાં જોવા મળે છે.
શહેરના સંગમ રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરાયો હતો. જોકે યુવક નાસી જતા તેનો જીવ બચ્યો હતો. ત્યારે, ખુલ્લી તલવાર લઈ વિસ્તારમાં ખોફ ઉભો કરનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
જ્યારે, તે બાદ હવે ફરી એકવખત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો જે તે વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં હથિયારો લઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે, આવી જ એક ઘટના કારેલીબાગ સંગમ તરફ જતા માર્ગે આવેલી વૃંદાવન ટાઉનશીપમાં બની છે. જેમાં અસામાજિક તત્વોની ટોળકી પૈકી એક શખ્સ ખુલ્લી તલવાર લઈ ટાઉનશીપમાં એક યુવક પર તલવાર વીંઝતો કેમેરામાં કેદ થયો છે.
જ્યારે સાથે જ એક મોપેડ પર અન્ય બે શખ્સો આવતા તેની આગળ તલવાર મૂકી દેવામાં આવે છે. જ્યારે તલવાર વડે કરાયેલા હુમલામાં યુવક જીવ બચાવતો નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના ટાઉનશીપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કોઈ જૂની અદાવતે એક ચોક્કસ ટોળાએ બીજા યુવકને બાનમાં લઇ તલવાર વડે હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ત્યારે, બનાવની ગંભીરતા જોતા વારસિયા પોલીસે સીસીટીવી ફુટેજને આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.