આમ તો બીનજરૂરી કૉલ મેસેજથી ઘણા મહિલાઑ, યુવતીઓ હેરાન થતી હોય છે જેમાં અમૂક જ મહિલાઑ તેનો વિરોધ કરે છે.
- એક યુવકે પરીવાર પાસેથી મારે કામ છે તેમ કહી મારો મોબાઈલ નંબર મેળવ્યો
- બળજબરી અને એકતરફી સબંધ રાખવા હેરાન થતા યુવતીએ હિમ્મત રાખી અભયમની મદદ મેળવી
વડોદરાના માંજલપુરથી એક યુવતીનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કૉલ આવેલ કે અમો થોડાં સમય પહેલા વડોદરા રહેવા આવ્યા છે અને ભાડે મકાન રાખી રહીએ છીએ. એક યુવકે પરીવાર પાસેથી મારે કામ છે તેમ કહી મારો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને હવે મિત્રતા રાખવાં બીનજરૂરી કોલ મેસેજ કરીને હેરાન કરે છે.
જ્યારે સ્પષ્ટ ના પાડેલ તેમ છતા આવતાં જતા રૉકીને, કોલ કરી હેરાન કરે છે. બનાવની જાણ થતા અભયમ સયાજીગંજ ની ટીમ સ્થળ પર પહોચી યુવકને સમજાવેલ કે, આ રીતે હેરાન કરવું એ કાયદેસર ગુનો છે. કાયદાનું ભાન કરાવતા યુવકે ખાત્રી આપેલ કે હવે પછી કોઈ હેરાનગતી કરીશ નહિ.
આમ તો બીનજરૂરી કૉલ મેસેજથી ઘણા મહિલાઑ, યુવતીઓ હેરાન થતી હોય છે જેમાં અમૂક જ મહિલાઑ તેનો વિરોધ કરે છે. આવો જ કિસ્સો અભયમમાં આવ્યો હતો. યુવાનો અભ્યાસ કરી, કારકિર્દી બનાવવાને બદલે ખોટો સમય, શક્તિ વેડફતા હોય છે. બળજબરી અને એકતરફી સબંધ રાખવા હેરાન થતા યુવતીએ હિમ્મત રાખી અભયમની મદદ મેળવી હતી. યુવકે લેખીત માફી માંગતા અને યુવતીને આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોય યુવકને તાકીદ કરી સમાધાન કરાવવામાં આવ્યું હતું.