વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને વારસિયા પોલીસ મથકને હવાલે કર્યો હતો.
વડોદરા શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ખોડીયાર નગર નજીક પીળા વુડાના મકાનમાં રહેતો 22 વર્ષિય નરેશ ઉર્ફે બોડો વિઠ્ઠલભાઈ વાદી વારસિયા વિસ્તારમાં એક મહિલાના હાથ માંથી મોબાઈલ ઝુંટવીને ભાગી ગયેલો હતો જે ગુન્હામાં હાલ આરોપી વોન્ટેડ છે અને ધરપકડ ટાળવા માટે વાઘોડિયા તાલુકાના રામેશરા ગામે રહે છે.
ગત 10 ફેબ્રુઆરી 2023ના રોજ સંગમ ચાર રસ્તા પાસે બનેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં ભાગેડુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા તાલુકાના રામેશરા ગામેથી ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસ પૂછપરછમાં તે મોબાઈલ તફડાવીને ફરાર થઇ ગયો હોવાની કબુલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી નરેશ વાદીની ધરપકડ કરીને ગુન્હાની વધુ તપાસ માટે આરોપીને વારસિયા પોલીસ મથકને હવાલે કર્યો છે.