વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક રોંગસાઈડ પર આવતા બાઇક ચાલકે કારને અડફેટે લેતા મામલો ગરમાયો હતો. જ્યારે કારચાલક મહિલા અને બાઇક સવાર યુવક વચ્ચે છુટ્ટા હાથની મારમારી થવા પામી હતી. સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે બંનેને છુટા પડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડ પર વાહન હંકારતા વાહન ચાલકોને દંડવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે. જે મુહિમ અંતર્ગત શહેરના 27 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસની ટિમોને દિવસ દરમિયાન ખડેપગે તૈનાત રાખવામાં આવે છે.
આજે બપોરના સુમારે શહેરના ગેંડા સર્કલ પાસે એક કાર ચાલક મહિલા નિયમિત માર્ગ પર પસાર થતી હતી તે દરમિયાન રોંગ સાઈડ પર આવતા બાઇક સવારે કારને ટક્કર મારી હતી. ઘટના બાદ મહિલા અને બાઇકસવાર યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે તે બાદ ટ્રાફિક જવાન દ્વારા પણ બંનેને છૂટા પાડવાના પ્રયત્ન કર્યા હતા. જ્યાં કાર ચાલક મહિલા અને બાઇક સવાર યુવક વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.