Connect with us

Vadodara

પૂરપાટ ઝડપે જતી ST બસે બાઈકને અડફેટે લીધી, અકસ્માત કરીને બસે અચાનક બ્રેક મારતા પાછળથી બીજી બસ અથડાઈ, ઘટનાના CCTV સામે આવ્યા

Published

on

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ST બસે બાઈક ચાલકને લીધા હતા, જેમાં તેમનું કમકમાટીથી ભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના હવે CCTV સામે આવ્યા છે. આ મામલે માંજલપુર પોલીસે આરોપી ST બસના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઇ રાજેન્દ્રભાઈ પટેલ (ઉ.33)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ,19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઇ પટેલ (ઉ.53)ને પોતાના આધાર કાર્ડમાં જન્મ તરીખનો સુધારો કરવાનો હોવાથી જેથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નં.17 ખાતે જવા માટે સવારે 7 વાગે ઘરેથી નીકળ્યા હતા,


ત્યાર બાદ 7.50 વાગ્યે મારા મોબાઇલ ફોન પર મારા પિતાના મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઇ અજાણી વ્યક્તિએ મને જણાવ્યું હતું કે, તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમો અહી આવો.

Advertisement

જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો, ત્યારે ત્યાં ઉભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, મારા પિતા તેમનુ બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા, તે સવારે 7.40 વાગ્યાની આસપાસ લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસ નં.(GJ-18-Z-6900)નો ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી મારા પિતાની બાઇક સાઇકલને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી, જેથી તેઓને માથાના ભાગે તથા પગમાં તથા શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી.

Advertisement

આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતા તેનો આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી.જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઇજા થઈ હતી, જેથી તેને અને મારા પિતાને 108માં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને મારા પિતાને અસ્કમાત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો, ત્યારબાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો, ત્યારે મારા પિતા NCOT સર્જરી વિભાગમાં EF યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને એસટી બસના ડ્રાઇવર અશોક સીતારામ દલવત (રહે મારુતિ નંદન સોસાયટી, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની આ ઘટનાના CCTV હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ST બસે બાઈક લઈને જઈ રહેલા 53 વર્ષિય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.

Advertisement

Advertisement
Karjan-Shinor5 hours ago

કરજણ તાલુકાની લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને શિક્ષક દિન નિમિત્તે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કરાશે જિલ્લા કક્ષાએ સન્માન

Dabhoi7 hours ago

ડભોઇની ઘટના પર મનીષ દોશી લાલઘુમ.’શિક્ષકનું કામ વિધાર્થીઓને શિક્ષણ આપવાનું છે, તમાકુ મંગાવવાનું નહીં’,

Gujarat7 hours ago

ઉચ્ચતર માધ્યમિક વર્ગોની શાળામાં નવા પ્રકારે એકમ કસોટીની જાહેરાત, 25-25 ગુણની એકમ કસોટી લેવાશે

International8 hours ago

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનથી આવેલા લઘુમતી પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે- ગૃહ મંત્રાલય

Gujarat8 hours ago

પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે

Gujarat10 hours ago

આણંદ: બાળકી હત્યા કેસમાં આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

Karjan-Shinor11 hours ago

કરજણ: દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, બોગસ ડોક્ટર ઝડપાયો

Gujarat12 hours ago

સેવન્થ ડે સ્કૂલ:  CCTV સામે આવ્યા  જેમાં લોહીલુહાણ સ્થિતિમાં શાળામાં પ્રવેશ્યો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Vadodara1 day ago

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Savli4 days ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara5 days ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara6 days ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara6 days ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara6 days ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara7 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara7 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Trending