Vadodara

શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ મામલે કમિશનરના જાહેરનામાના વિરોધનો સુખદ અંત, દર વર્ષની ઉજવણી જેમજ આ વર્ષે ઉજવણી થશે

Published

on

વડોદરામાં ચાલી રહેલ શ્રીજીની મૂર્તિની ઉંચાઈ મામલે ચાલી રહેલ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ આખરે ગણપતી મંડળના આયોજકોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો. હવે દર વર્ષની જેમ જ સંચાલકો આ વર્ષે મૂર્તિની ઉંચાઈ રાખી શકશે.

અગાઉ વડોદરા પોલીસ કમિશનર દ્વારા મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટથી વધુ ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અને આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગણપતી મંડળના આયોજકો ભારે રોષે ભરાયાં હતાં. કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. એટલું જ નહિ જાહેરનામાના વિરોધમાં 23-6-2024ના રોજ રેલીનું પણ આયોજન કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જેમાં વડોદરાવાસીઓ સહીત સંચાલકાઓની સાથે મૂર્તિકારો પણ જોડાયા હતા.

Advertisement

પરંતુ હવે શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ મામલે કમિશનરનાં જાહેરનામાના વિરોધનો સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવા માટે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ ખુબ જ સાથ સહકારથી કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાની શરતે આ વખતની ગણેશોત્સવની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે. વડોદરાના સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ રાખવામાં આવશે.

આ મામલે વડોદરા ગણેશોત્સવ સમિતિના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે, “અમે ભીખ માંગી માંગીને થાકી ગયેલા. અમારે કોઈ રાજકીય પક્ષ પાસે ન હોતું જવું. દર વખતે કોઈને કોઈ પરિપત્ર આવે અને અમારે એમની પાસે જઈ જી-હજૂરી કરવાની અને આખા વર્ષ દરમિયાન તેમના સો બેનરો લગાવી, સ્ટેજ બાંધી અને રેલીમાં સાથે જવાનું. જેના કારણે અમે અમારા સનાતન ધર્મ હિન્દુનો ધર્મ પણ સરખી રીતે ન હતા ઉજવી શકતા તેવી પરિસ્થિતિ અમારી કરી નાખી હતી. પરંતુ આ વખતે કોઈ પણ પક્ષ પાસે ગયા વગર કમિશનશ્રી તરફ થી આ વખતે ગણેશોત્સવની પરવાનગી મળી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.”

આ મામલે મૂર્તિકારે જણાવ્યુકે, “છેલ્લા 10 વર્ષોથી અમે ખુબ જ હેરાન થઇ રહ્યા હતા.અમારી હાલત ખુબ જ દયનિય હતી. પરંતુ આ વખતે સમસ્યાનો વહેલા નિકાલ આવી જતા અમારે હેરાન નહિ થવું પડે.”

Advertisement

Trending

Exit mobile version