- કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરાઇ
આજે વડોદરા સહિત દેશભરમાં 76 માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરાના રાજમાર્ગ પર એક અનોખી ફૂલોથી તિરંગા થીમમાં સજાવેલી કારે ભારે આકર્ષણ જમાવ્યું છે. આ કારમાં માત્ર ડ્રાઇવીંગ સીટ પાસેના કાચને છોડીને તમામ જગ્યાને ફૂલોથી ઢાંકી દેવામાં આવ્યા છે. આ ફુલોની પસંદગી ખાસ ધ્યાન રાખીને કરવામાં આવી છે. જેના કારણે તિરંગાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે. આ કાર ઉપર પણ ફૂલોથી લખ્યું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ કારને ફેરવવાનું કાર માલિકનું આયોજન છે.
વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં આજના પર્વની ઉજવણીમાં કંઇક વિશેષ જોવા મળી રહ્યું છે. શહેરના રાજમાર્ગ પર એક કાર ફરી રહી છે. આ કારને તમામ બાજુએથી ફુલોથી સજાવી દેવામાં આવી છે. ચાલકને ચલાવતા સમયે કોઇ તકલીફ ના પડે તે માટે તે તરફના કાચને સુશોભનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ સાથે જ કાર પર I LOVE INDIA લખવામાં આવ્યું છે. અને તેમાં દેશભક્તિના ગીતો વગાડીને અલગ અલગ વિસ્તારોમાં લઇ જઇ રહ્યા છે.
કાલ માલિક સુભાષ ઠાકોરએ મીડિયાને જણાવ્યું કે, તાંદલજામાં રહેતા અબ્દુલ ભાઇને આનંદ હતો. જેથી આ કારને 110 કિલો ફૂલથી શણગારવામાં આવી છે. અમારા જય માતાજી ગ્રુપ દ્વારા આ કરવામાં આવ્યું છે. આ વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.