ગત મોડી રાત્રે શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર પડતા નીચે પટકાયા હતા. જેમાં ડાળીનો ભાગ મહિલા પર પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ ફાયર ને 108 તાત્કાલિક પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં પવન સાથે વરસાદ વરસવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ઝાડ અથવા તેની ડાળી પડવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ ગતરાત્રો દંપતિ પર વગર ચોમાસે આફત આવી પડી હતી.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલ હરીનગર મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને બહારથી ઘરે પરત ફરતા દિવાળીપુરા કોર્ટ પરિસરની બહારથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર અચાનક ઝાડની ડાળી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 69 વર્ષીય રંજનબેન ઘટના સ્થળેજ બેભાન અવસ્થામાં વડીવાડી ફાયરે રેસ્ક્યુ કરી તાત્કાલિક 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. અને પતિને સામાન્ય ઇજાઓ પોહચી હતી.
આ બનાવવા અંગે ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીપુરા કોર્ટ પરિસર સામે ઝાડની ડાળી પડી હોવાની માહિતી મળી હતી અને ત્યાંથી વૃદ્ધ દંપતિ મોપેડ લઈને પસાર થઈ રહ્યું હતું તે સમયે ઘટના બની હતી. ફાયરને કોલ મળતાની સાથે જ વડીવાળી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલ મહિલાનું રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવવામાં વૃદ્ધ દંપતી સાથે પાસે રહેલી બે ફોરવીલર ગાડીઓમાં પણ ઝાડની ડાળી પડતા નુકસાન થયું છે.
આ બનાવો અંગે વૃદ્ધ દંપતીના પુત્ર વિશાલ ખરાડીએ મીડિયાને જણાવ્યું કે, મમ્મી પપ્પા બહાર ગયા હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આકસ્માતમાં મમ્મી બેભાન અવસ્થામાં ત્યાંજ પડી ગઈ હતી અને ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરનું તેઓ સ્થળ પરજમોત થયું હતું, જ્યારે પિતાને સામાન્ય ઇજાઓ થતા તેઓને સારવાર અપાઈ હતી.