Madhya Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશ: પીડિત પરિવારોને ₹1-1 કરોડનું વળતર મળવાનું શરૂ; એર ઈન્ડિયાને ₹1125 કરોડની વીમા સહાય

Published

on

અમદાવાદ: 12 જૂન 2025ના રોજ અમદાવાદના બી. જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ખાબકેલા એર ઈન્ડિયાના વિમાન (AI-171)ની દુર્ઘટનાના પીડિતો માટે વળતરની પ્રક્રિયા ગતિ પકડી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, આ ગમખ્વાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોના બેંક ખાતામાં ₹1-1 કરોડ જેટલી રકમ આવવાનું શરૂ થયું છે.

➡️₹1,125 કરોડનું વીમા વળતર મળ્યું

​સૂત્રો અને ગ્લોબલ રિઇન્શ્યોરન્સ કંપનીઓના રિપોર્ટ અનુસાર:

  • એર ઈન્ડિયાને વળતર: એર ઈન્ડિયાને વિમાનના માળખા (Hull) અને એન્જિનના નુકસાન પેટે 125 મિલિયન ડોલર (અંદાજે ₹1,125 કરોડ) ચૂકવી દેવામાં આવ્યા છે.
  • પરિવારોને વળતર: મૃતકોના પરિવારોને અત્યાર સુધીમાં કુલ 25 મિલિયન ડોલર (₹225 કરોડ) ની ચુકવણી કરવામાં આવી છે.
  • નોંધ: હજુ મુસાફરોના તમામ દાવાઓની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તેથી વળતરનો આંકડો ભવિષ્યમાં વધી શકે છે.

અમેરિકન સંસદમાં રજૂ થયો ‘વિસ્ફોટક’ રિપોર્ટ

એક તરફ જ્યારે તપાસ એજન્સીઓ (AAIB) પાઇલટની ભૂલ તરફ સંકેત કરી રહી છે, ત્યારે અમેરિકાના ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) એ 12 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકન સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારા દાવા કર્યા છે:

  1. ટેકનિકલ ખામીઓનું પોટલું: રિપોર્ટ મુજબ, જે વિમાન (VT-ANB) ક્રેશ થયું તેમાં એર ઈન્ડિયામાં જોડાયાના પહેલા દિવસથી જ ખામીઓ હતી. વારંવાર શોર્ટ સર્કિટ, સોફ્ટવેર ફેલિયર અને પાવર સિસ્ટમ ગરમ થવાની ફરિયાદો હતી.
  2. બોઈંગ 787 પર સવાલ: FASના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે.
  3. પાઈલટનો બચાવ: રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે પાઈલટના માથે દોષ ઢોળવાને બદલે વિમાનની જાળવણી અને ગુણવત્તામાં રહેલી ગંભીર ખામીઓની તપાસ થવી જોઈએ.

દુર્ઘટના એક નજરે (12 જૂન, 2025)

  • વિમાન: એર ઈન્ડિયા બોઈંગ 787 (અમદાવાદથી લંડન).
  • જાનહાનિ: કુલ 260 લોકોના મોત (241 મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સ).
  • સ્થળ: અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાની માત્ર 32 સેકન્ડમાં બી. જે. મેડિકલ કોલેજ પર વિમાન ક્રેશ થયું હતું.

Trending

Exit mobile version