- માતાએ અભયમની મદદ લેતા સગીરા લગ્નની જીદ છોડી અભ્યાસાર્થે અમેરિકા જવા તૈયાર થઈ
શહેરના મકરપુરા વિસ્તારમાંથી સગીરાની માતાએ 181 મહિલા હેલ્પ લાઇન પર કૉલ કરીને જણાવેલ કે, મારી 17 વર્ષની દીકરી તેના 23 વર્ષના મિત્ર સાથે લગ્ન કરવાં જીદે ચડેલ છે. જેને અભ્યાસ માટે અમેરિકા મોકલવાની છે. જેને યોગ્ય માર્ગદર્શન આપવા જણાવતા અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સિલિંગ દ્રારા લગ્નની જીદ છોડી અમેરિકા અભ્યાસ માટે જવા સંમત કરતા સગીરાની મમ્મીએ અભયમનો આભાર માન્યો હતો.
મળતી માહીતી અનુસાર સગીરા નામે મોના (નામ બદલેલ છે) અભ્યાસ દરમિયાન વિપુલ (નામ બદલેલ છે)ના પરિચયમાં આવેલ અને આગળ જતાં લગ્ન કરવાનું નક્કી કરેલ. અભયમ દ્રારા તેને સમજાવેલ કે, કાયદાકીય આ ઉંમરે લગ્ન કરી શકાય નહી. અત્યારે કેરિયર બનાવવા અભ્યાસમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
પરિવાર આટલો ખર્ચ કરી આગળ અભ્યાસ માટે વિદેશ મોકલતા હોય તો તે સ્વીકારી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. માર્ગદર્શન આપતા તે લગ્નની જીદ નહી કરે અને અમેરિકા અભ્યાસ માટે જશે તેમ સંમત થયેલ હતી.