Vadodara

પાર્સલમાં ડ્રગ્સ મળ્યાનું જણાવી ફરિયાદી પાસે 32.50 લાખ પડાવનાર મુંબઈના સાયબર ગઠિયાઓને ઝડપી પાડ્યા

Published

on

CBI તેમજ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચના નામે કોલ કરીને પાર્સલમાં ડ્રગ્સ પકડાયું હોવાનું કહીને લાખો રૂપિયા પાડાવી લેનાર સાયબર ગઠિયાઓ પૈકી બે આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

Advertisement

પોલીસનું નામ સાંભળીને સામાન્ય નાગરિકો ડરી જાય છે. પોલીસની વાત આવે એટલે કોણ ભાંજગડમાં પડે તેમ વિચારીને વહેલાંથી વહેલા છટકી જવાની માનસીકતા સામાન્ય નાગરિકોમાં ઘર કરી ગઈ છે. પોલીસના આ ડરનો લાભ સાયબર ગઠિયાઓ લઈ રહ્યા છે. પાર્સલમાં ડ્રગ્સ પકડાયું હોવાનું કહીને ધરપકડ કરવામાં આવશે તેવી બીક બતાવીને નાગરિકો પાસે લાખો રૂપિયા પડાવી લેતી ઠગ ટોળકીને વડોદરા સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડયા છે.

Advertisement

વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં વડોદરામાં ભોગ બનનાર એક ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેઓને DHL કુરિયર મુંબઈથી ફોન આવ્યો હતો.અને જણાવ્યું હતું કે,ફરિયાદીના બેન્કોક જતા કુરિયરમાં ડ્રગ્સ,લેપટોપ,મોબાઈલ કપડાઓ સહિત ગેરકાયદેસર વસ્તુઓ મળેલી છે. બનાવટી કુરિયર એજન્સી દ્વારા જાણકારી આપ્યા બાદ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચના નામે ફોન આવ્યો હતો.અને પોલીસની જેમ જ પૂછપરછ શરૂ કરી હતી.

જે બાદ સ્કાયપી એપ્લિકેશન દ્વારા ફરિયાદીનું વિડીયોગ્રાફી દ્વારા નિવેદન લેવાનું નાટક કરવામાં આવ્યું હતું. આ સાથે CBIના લેટર મોકલીને ફરિયાદીને ડરાવીને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી તમારી મિલકત અને બેન્ક ખાતા ફ્રીઝ કરવામાં આવશે.

Advertisement

આડકતરી રીતે ધમકાવીને ફરિયાદી પાસે 32.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.જે બાદ પોતે છેતરાયાં હોવાનો અનુભવ ફરિયાદીને થતા વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વડોદરા પોલીસે હ્યુમન સોર્સની મદદથી મુંબઇના રહેવાસી ઇબનુંસિયાદ પી.અબ્દુલ સલીમ તેમજ અશરફ અલવીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મુંબઈમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે .જ્યારે બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Advertisement

Trending

Exit mobile version