વડોદરા પોલીસે ઝોન 4 ની હદમાં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી 2024 સુધી 200 થી વધુ કેસોમાં ઝડપી પડેલ 3.5 કરોડ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 3.5 કરોડના દારૂ-બિયરના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું.દરજીપુરા વિસ્તારમાં આવેલ ખુલ્લા પરિસરમાં લઇ જઇને પોલીસ દ્વારા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
જેને જોવા લોકો પણ ભેગા થઇ ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર 2019-24 સુધી 200 થી વધુ કેસોમાં પકડાયેલો દારૂના જથ્થાનો માત્ર 2 કલાકમાં નાશ કરી દેવામાં આવ્યો હતો.
વડોદરા પોલીસ ઝોન 4 ના ડિસીપી પન્ના મોમાયા એ જણાવ્યું કે વારસિયા, બાપોદ, સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડ કિંમત ના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો.