Dharmik

દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો: તુલસીવાડી મંદિર ખાતે લગ્નની તૈયારીઓ તેજ

Published

on

દેવ દિવાળી દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે, જે આ વર્ષે 5 નવેમ્બર, 2025ના રોજ છે

  • તુલસિવાડી મંદિર ખાતે મંડપ, રંગરોગાન અને શણગારની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે
  • આ દિવસે અનોખા ધ્યાન, પૂજા, પવિત્ર નદીમાં સ્નાન અને દીવા પ્રગટાવવાની પ્રથાઓ ખાસ મહત્વ ધરાવે છે.

દેવ દિવાળીના પર્વે આ વર્ષે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો આનંદ અને શ્રદ્ધાભેર નીકળવાનો છે. માતા તુલસીજી સાથેના શુભ લગ્ન માટે તુલસીવાડી મંદિરમાં વૈભવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે, 287 વર્ષથી ચાલતી પરંપરા મુજબ, એમ.જી રોડ પર આવેલી નરસિંહજીની પોળના મંદિરેથી ભગવાનનો વરઘોડો ભવ્ય રીતે પ્રસ્થાન કરશે. શહેર પોલીસ બંદોબસ્ત વચ્ચે જોડાયેલા હજારો ભક્તો સાથે વરઘોડો ફતેપુરા સ્થિત તુલસીવાડી મંદિરે પહોંચશે, જ્યાં શુભ લગ્ન વિધિ યોજાશે.

મહંત વિનોદચંદ્ર પંડ્યાએ જણાવ્યું કે મંદિર પરિસરમાં મંડપ, રંગરોગાન અને રોશનીથી શણગાર કરવામાં આવી રહ્યો છે. લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો પુનઃ પોતાના નિજ મંદિરે પરત ફરશે.

Trending

Exit mobile version