Tech Fact

સલામતી જ સર્વોપરી: માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે CERT-In દ્વારા હાઈ સિક્યુરિટી એલર્ટ

Published

on

  • માઈક્રોસોફ્ટના ઘણા પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરમાં ગંભીર ખામીઓ જોવા મળતા.
  • કઈ ખામીઓ આ પ્રોડક્ટ્સમાં મળી છે.

ટેક એક્સપર્ટ નીતિન શ્રીમાલી આજના ડિજિટલ યુગમાં, સાયબર સુરક્ષાનું મહત્વ વધી રહ્યું છે. તાજેતરમાં, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા લાખો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઓફિસ વપરાશકર્તાઓ માટે હાઈ સિક્યુરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટ એ સંકેત આપે છે કે માઈક્રોસોફ્ટના ઘણા પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરમાં ગંભીર ખામીઓ (Vulnerabilities) જોવા મળી છે, જેનો દુરુપયોગ કરીને સાયબર ગુનેગારો આપણા ડેટા અને સિસ્ટમ માટે જોખમ ઊભું કરી શકે છે.

આ ખામીઓનો ઉપયોગ હેકર્સ દ્વારા ઈમેલ એટેચમેન્ટ્સ, શંકાસ્પદ લિંક્સ અથવા અપડેટ ન કરાયેલા સોફ્ટવેર દ્વારા થઈ શકે છે. જો વપરાશકર્તાઓ લેટેસ્ટ સુરક્ષા અપડેટ્સ ઇન્સ્ટોલ કરવામાં વિલંબ કરે, તો તેઓ સરળતાથી હેકર્સનું નિશાન બની શકે છે. આ હુમલાઓ ગંભીર પરિણામો લાવી શકે છે, જેમાં ડેટા ચોરી, રેન્સમવેર હુમલાઓ, અને સિસ્ટમ સંપૂર્ણપણે ક્રેશ થવાનો સમાવેશ થાય છે.

જાણીએ કઇ ખામીઓ આ પ્રોડક્ટ્સમાં મળી છે:

Advertisement
  1. માઈક્રોસોફ્ટ એજ (ક્રોમિયમ-આધારિત)
  2. વિન્ડોઝ સર્વર (સ્ટોરેજ)
  3. વિન્ડોઝ પીસી અને પીસી મેનેજર
  4. વિન્ડોઝ સર્ટિફિકેટ્સ
  5. વિન્ડોઝ એમબીટી ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર
  6. એઝ્યુર ડેટાબ્રિક્સ

તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખશો?

  1. તાત્કાલિક અપડેટ કરો: માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઓફિસના તમામ નવા અપડેટ્સ તરત જ ઇન્સ્ટોલ કરો. આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
  2. ઈમેલથી સાવધાન રહો: અજાણ્યા સ્ત્રોતોમાંથી આવેલા ઈમેલના એટેચમેન્ટ્સ અથવા લિંક્સ ખોલવાનું ટાળો.
  3. એન્ટિવાયરસ સક્રિય રાખો: તમારા કમ્પ્યુટર પર વિન્ડોઝ ડિફેન્ડર અથવા અન્ય કોઈ વિશ્વસનીય એન્ટિવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેને હંમેશા અપડેટ રાખો.
  4. ડેટાનો બેકઅપ લો: તમારા મહત્વના ડેટાને એક્સટર્નલ ડ્રાઈવ અથવા ક્લાઉડમાં નિયમિતપણે બેકઅપ કરતા રહો.
  5. સુરક્ષિત લોગિનનો ઉપયોગ કરો: જ્યાં શક્ય હોય ત્યાં 2-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ કરો, જેથી તમારા એકાઉન્ટ્સ વધુ સુરક્ષિત રહે.

CERT-In એ ભારપૂર્વક સલાહ આપી છે કે આ સુરક્ષા અપડેટ્સ તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા જોઈએ, જેથી આપણે સાયબર હુમલાઓ સામે રક્ષણ મેળવી શકીએ. સાયબર એક્સપર્ટ દ્વારા પણ પબ્લિક ને સલાહ આપી કે સાયબર સુરક્ષા એ આપણી પોતાની જવાબદારી છે, અને નાનામાં નાની બેદરકારી પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે.

Trending

Exit mobile version