National

લેહમાં GEN-Z થયેલી હિંસા બાદ સરકારનું કડક વલણ, NGOનું લાઇસન્સ રદ કર્યા પછી સોનમ વાંગચુકની ધરપકડ !

Published

on

લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે

  • સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના વડા અને જાણીતા સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે.
  • વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા
  • બેરોજગારીના કારણે પહેલેથી જ યુવાનોમાં અસંતોષ છે.

લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદ, કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામે કડક પગલાં ભરવાનુ શરુ કર્યું છે.  પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના વડા અને જાણીતા સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો સામે આવી રહ્યા છે.

લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે

Advertisement

વાંગચુકે કહ્યું, કે ‘થોડા મહિનામાં લદાખમાં ચૂંટણી થવાની છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કર્યો. દોઢ મહિના અગાઉ મારા પર દેશદ્રોહનો કેસ કરાયો, હવે CBI તપાસની વાત થઈ રહી છે. 2022થી 2024 સુધી અમે FCRA લાઈસન્સ નહોતું લીધું કારણ કે અમે વિદેશથી ફંડિંગ લેવા જ નહોતા માંગતા. અમને આવકવેરાની નોટિસ આવી રહી છે. સમગ્ર લદાખમાં કોઈ ટેક્સ નથી લાગતો, અહીં ટેક્સથી મુક્તિ અપાઈ છે. તો મને કેવી રીતે સમન્સ પાઠવી શકો?

હાલમાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી. ઠેર ઠેર હિંસામાં ચાર લોકોના મોત થયા જ્યારે આશરે 80 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સરકારે આ હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે SECMOL ( સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ )નું FCRA લાઈસન્સ રદ ર્ક્યું છે. નિયમોના ઉલ્લંઘનના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે અગાઉ 20મી ઓગસ્ટે આ NGOને નોટિસ પણ ફટકારી હતી. વાંગચુકે કહ્યું છે, કે ‘મને બલિનો બકરો બનાવી સરકારે મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. બેરોજગારીના કારણે પહેલેથી જ યુવાનોમાં અસંતોષ છે. જો સરકાર મારી ધરપકડ કરવા માંગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું પરંતુ જો મને જેલ થઈ તો સરકાર માટે પડકારો વધશે જ.’

Advertisement

Trending

Exit mobile version