- ઐતિહાસિક આફત: વિશ્વમાં ચાલી રહેલા બે યુદ્ધોએ સર્જી અત્યાર સુધીની સૌથી મોટી ઓઈલ કટોકટી.
- પુરવઠામાં ગાબડું: હોર્મુઝની ખાડીમાં અવરોધના કારણે રોજનું 1.1 કરોડ બેરલ તેલનું ઉત્પાદન ઘટ્યું.
- ગેસ બજાર પર અસર: રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ બમણી એલએનજી (LNG) ની અછત સર્જાઈ.
- IEA ની સતર્કતા: સ્થિતિ વણસશે તો સરકારો દ્વારા તેલના ભંડારોનો ઉપયોગ કરવા પર વિચારણા.
નવી દિલ્હી/પેરિસ: વિશ્વ અત્યારે છેલ્લા સાડા પાંચ દાયકાની સૌથી ગંભીર ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના પ્રમુખ ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા યુદ્ધોના કારણે ઉભી થયેલી સ્થિતિ ૧૯૭૦ના દાયકાની તેલ કટોકટી કરતા પણ વધુ ભયાનક છે.
🏭નવ દેશોના ઉર્જા એકમોને નુકસાન:
બિરોલે લોકસભામાં આપેલા અહેવાલ મુજબ, મધ્યપૂર્વ (Middle East) ના ક્ષેત્રમાં 9 દેશોના અંદાજે 40 જેટલા ઉર્જા એકમો યુદ્ધમાં ગંભીર રીતે નુકસાન પામ્યા છે. આ આર્થિક ફટકો એટલો મોટો છે કે તેની અસરથી ગેસ અને તેલના બજારો હચમચી ગયા છે. એલએનજી (LNG) નો સપ્લાય 140 અબજ ઘનમીટર જેટલો ઘટી ગયો છે, જે રશિયા-યુક્રેન યુદ્ધ સમયની કમી કરતા બમણો છે.
🛢️હોર્મુઝની ખાડીમાં અવરોધ:
વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝની ખાડી બંધ થવાથી અને ઉર્જા મથકો પર થઈ રહેલા હુમલાઓને કારણે વિશ્વનો તેલ પુરવઠો દરરોજ 1.1 કરોડ બેરલ જેટલો ઓછો થઈ રહ્યો છે. આ કટોકટીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા સામે મોટો ખતરો ઉભો કર્યો છે.
🧐સરકારની રણનીતિ:
આ ગંભીર પરિસ્થિતિને જોતા IEA હવે યુરોપ અને અમેરિકાની સરકારો સાથે મળીને સુરક્ષિત રાખેલા ઓઈલ ભંડાર (Strategic Reserves) ને બજારમાં મુકવા અંગે વિચારણા કરી રહી છે. પેરિસ સ્થિત આ સંગઠને સરકારોને ઉર્જાના વપરાશમાં કાપ મૂકવા અને કરકસર કરવા માટેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. બિરોલે આશા વ્યક્ત કરી છે કે વિશ્વ આ સંકટને વહેલી તકે સમજીને સમાધાન શોધશે, નહીંતર આગામી દિવસોમાં ઉર્જાના ભાવ આસમાને પહોંચી શકે છે.
🫵વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની આ તંગી ભારત જેવા દેશો પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.