ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે.
- આ ઈંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઈલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે.
- ARAI અને સુપ્રીમ કોર્ટને E20 પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે.
- સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઈડ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી.
આજે દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના 65માં વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક ‘પેઈડ પોલિટિકલ કેમ્પેઈન’ (પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશ)નો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટુ સ્વરૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે.
ગડકરીએ કહ્યું કે, આ ઈંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઈલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. ARAI અને સુપ્રીમ કોર્ટને E20 પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઈડ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી.