National

બાબા કેદારનાથ: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાતા  તબાહી,અનેક લોકો ગુમ,કેટલાક પરિવારો ફસાયા

Published

on

ઉત્તરાખંડમાં અનેક સ્થળો પર અવિરત વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ચમોલી જિલ્લામાં ભૂસ્ખલન થતાં એક પરિવારના બે સભ્યો ગુમ થયા છે. જ્યારે બાબા કેદારનાથના રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદારમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી છે. આ દરમિયાન અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

રુદ્રપ્રયાગ જિલ્લામાં છ લોકો ગુમ થયા છે. અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમ પર પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાઓમાં કેટલાક પરિવારોના લોકો ફસાયેલા હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

Advertisement

ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચમોલી જિલ્લાના મોપાટા ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી કેટલાક ઘરો ધસી પડ્યા હતા. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે, ‘મોપાટામાં એક ઘર અને ગૌશાળામાં રહેતા એક દંપતી ઘર ભૂસ્ખલનથી દબાઈ ગયા હતા.’

રુદ્રપ્રયાગમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મોડી રાતથી વરસાદને કારણે, ગૌરીકુંડ રુદ્રપ્રયાગ ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે, જ્યારે નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર વધી રહ્યું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે. ઘણા વાહનો ફસાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે.

Advertisement

Trending

Exit mobile version