પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે મૂળ ભારતના કર્ણાટકના રહેવાસી નાગમલ્લૈયાએ મોટેલના કર્મચારી કોબોસ-માર્ટિનેઝને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું.
- નાગમલ્લૈયાનું માથું કાપી નાખ્યું અને પાર્કિંગમાં બે વાર લાત મારીને તેને ડમ્પસ્ટરમાં ફેંકી દીધુ.
- સીસીટીવીમાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
USAના ડલ્લાસમાં ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં એક ૩૭ વર્ષીય વ્યક્તિ દ્વારા ૫૦ વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિનું ક્રૂરતાપૂર્વક માથું કાપી નાખવામાં આવ્યું હતું. આરોપી, યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝે, મૂળ ભારતીય પીડિત ચંદ્રમૌલી નાગમલ્લૈયા પર છરી વડે હુમલો કર્યો અને તેનું માથું તેના શરીરથી અલગ કરી દીધું.
કોબોસ-માર્ટિનેઝને સીધો સંબોધવાને બદલે, નાગમલ્લૈયાએ એક મહિલા કર્મચારીને સૂચનાઓનું ભાષાંતર કરવાનું કહ્યું, જેનાથી કોબોસ-માર્ટિનેઝ ગુસ્સે થયો.
આ ઘટના પ્રત્યક્ષદર્શી કર્મચારીએ જણાવ્યું કે આરોપીએ છરી ખેંચીને નાગમલ્લૈયાનો પીછો કર્યો. નાગમલ્લૈયા ઓફિસ તરફ દોડ્યો, ચીસો પાડીને ઓફિસની અંદર રહેલા તેની પત્ની અને પુત્રને જાણ કરી. પરંતુ આરોપીએ તેને પકડી લીધો અને અનેક વાર છરીના ઘા માર્યા અને તેની પત્ની અને પુત્રને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેને ધક્કો મારીને દૂર ધકેલી દીધા.
આરોપીએ નાગમલ્લૈયાનું માથું કાપી નાખ્યું અને પાર્કિંગમાં બે વાર લાત મારીને તેને ડમ્પસ્ટરમાં ફેંકી દીધુ. આ ઘટનાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ડલ્લાસ પોલીસે કોબોસ-માર્ટિનેઝની ધરપકડ કરી છે.
હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે નાગમલ્લૈયાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. કોન્સ્યુલેટના અધિકારીઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે અને તેમને શક્ય તેટલી બધી સહાયની ઓફર કરી છે.