International

સાઉથ અમેરિકામાં 8.0ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ધ્રુજી સુનામીનું એલર્ટ જાહેર

Published

on

દ.અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 મપાઈ હતી.

જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

આ ભૂકંપના આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે. 

USGS ના ડેટા પ્રમાણે, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.

તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાય છે, એકબીજા પર ચઢી જાય છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. તેને જ ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

Trending

Exit mobile version