ભારતીય HALનું સ્વદેશી લાઈટ કોંબેટ એરક્રાફ્ટ (LCA) તેજસ, ડેમોંસ્ટ્રેશન ફ્લાઈટ દરમિયાન અચાનક વિમાન ગુમાવી કાબુ જમીન સાથે ટકરાયું
- હજારો દર્શકો વિમાનના કરતબ જોઈ રહ્યા હતા, જેમાં સ્ત્રી-પુરુષ અને બાળકોનો સમાવેશ હતો
- દુર્ઘટનાથી થયા કાળો ધૂમાડો વધ્યો, જે દર્શકોમાં હાહાકાર અને ભયનું માહોલ ઉભું થયુ
- પાયલટની હાલત અંગે હજુ કોઈ પુષ્ટિ મળેલી નથી કે પાયલટ મુક્ત થયો કે નહીં
દુબઈ એર શોમાં આજે એક મોટો અકસ્માત બન્યો છે. ભારતનું સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમોંસ્ટ્રેશન દરમ્યાન ક્રેશ થઈ ગયું હોવાનું સમાચાર એજન્સી એપીના રિપોર્ટમાં જણાવાયું છે. આ દુર્ઘટના શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યાને 10 મિનિટે બની હતી, જ્યારે હજારો લોકો તેજસની કરતબિયાત ફ્લાઈટને નિહાળી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, તેજસ વિમાન ભીડ માટે નમૂનાઓ બતાવતું હતું ત્યારે અચાનક સંતુલન ગુમાવીને ધરાશાયી થયું. ઘટનાસ્થળ પરથી ઘાટો કાળો ધુમાડો ઉઠતા દર્શકોમાં હાહાકાર મચી ગયો હતો. અનેક લોકો, ખાસ કરીને પરિવાર સાથે આવેલા બાળકો, આ દ્રશ્ય જોઈ અચંભિત બની ગયા હતા.હજી સુધી આ દુર્ઘટનામાં પાયલટની હાલત અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
દુર્ઘટના બાદ રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના તથા બચાવના પ્રયાસો શરૂ કરાયા છે.ભારતીય રક્ષા મંત્રાલય અને એર શો આયોજકો તરફથી આ ઘટનાને લઈને ટૂંક સમયમાં નિવેદન જારી થવાની શક્યતા છે. દુબઈ એર શો વૈશ્વિક સ્તરે એવિએશન ક્ષેત્રનું સૌથી મોટું પ્રદર્શન ગણાય છે, જ્યાં અનેક દેશોના અગ્રણી વિમાન નિર્માતા ભાગ લે છે.