International

ચીનનો પાકિસ્તાને હથિયાર સપ્લાય અને ફેક ન્યૂઝથી ભારતમાં ખળભળાટ – અમેરિકન રિપોર્ટમાં ખુલાસો

Published

on

સંઘર્ષ દરમિયાન બંને દેશોએ વચ્ચે સત્તરથી વધુ ઘૂસણખોરી અને હુમલા કર્યા, જે છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ ગણાય છે.

  • ચીન અને પાકિસ્તાને આ રિપોર્ટના બધા દાવાઓને નકારી દીધા છે.
  • રિપોર્ટ પ્રમાણે ચીને સિક્રેટ માહિતી મેળવી ભારત પર નિશાન લગાવ્યો હતો.
  • 2019-2023 દરમ્યાન પાકિસ્તાનની 82% હથિયાર ખરીદી ચીન પાસેથી થઈ છે.

અમેરિકાથી આવેલ એક ધમાકેદાર રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરાયો છે કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષ — ઓપરેશન સિંદૂર —નો પોતાના હિત માટે ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ મુજબ ચીને આ યુદ્ધને પોતાના આધુનિક હથિયાર જેવા કે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, PL-15 મિસાઈલ અને J-10 ફાઈટર જેટ માટે લાઇવ બેટલ ટેસ્ટ જેવી સ્થિતિ બનાવી દીધી.ચાર દિવસ ચાલેલા આ સંઘર્ષ દરમિયાન ભારતના સુદર્શન ચક્ર અને બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમોએ પ્રભાવશાળી કામગીરી કરી, જ્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતીય રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યા હતા.

હવે અમેરિકી રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે તે દાવા ખોટા હતા અને આ આખું એક પ્રચારયુદ્ધ હતું, જેના પાછળ ચીનની ગોઠવણી હતી.રિપોર્ટ અનુસાર ચીને પાકિસ્તાનને પોતાના હથિયાર આપીને ફ્રાંસના રાફેલ જેટ વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવી, જેથી તેની પ્રતિષ્ઠા ઘટાડી શકાય અને ચીનના નવા J-35 વિમાનોનું માર્કેટ મજબૂત બને. કહેવાય છે કે ચીનના આ દૂષ્પ્રચારના લીધે ઈન્ડોનેશિયાએ રાફેલ ખરીદીની પ્રક્રિયા પણ અત્યારે રોકી દીધી.રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે ચીન પહેલેથી જ પાકિસ્તાનનો મુખ્ય હથિયાર સપ્લાયર છે — 2019થી 2023 દરમિયાન પાકિસ્તાનના કુલ હથિયાર ખરીદીમાં ચીનનો હિસ્સો 82 ટકા રહ્યો હતો.

હવે, સંઘર્ષ બાદ ચીને પાકિસ્તાનને વધુ અદ્યતન J-35 ફ્લાઈટ, KJ-500 એરક્રાફ્ટ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપવાની ઓફર કરી છે.હાલમાં ચીન અને પાકિસ્તાન બંનેએ આ રિપોર્ટના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, પરંતુ અમેરિકા તરફથી આવેલ આ દસ્તાવેજે એ વાત સ્પષ્ટ કરી છે કે એશિયામાં વધતી સૈન્ય હિસ્સેદારીના આ યુદ્ધમાં ચીને તક જોઈ અને તેનો પૂરતો લાભ ઉઠાવ્યો.

Trending

Exit mobile version