Gujarat

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતાના હુમલાનો વીડિયો વાયરલ, હુમલાખોરનું પહેલું નિવેદન બહાર આવ્યું

Published

on

(સ્થળ – જામનગર ટાઉનહોલ, સંમેલન સ્થળ)

રાજકારણમાં બદલાની ભાવનાનો એક ચોંકાવનારો કિસ્સો આજે જામનગરમાં સામે આવ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવાની ઘટના બની છે, જેના પગલે સભામાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

📌ઘટનાની વિગતો:

  • શુક્રવારે સાંજે જામનગરના ટાઉનહોલમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું.
  • કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખ્સે તેમના તરફ જૂતું ફેંક્યું હતું.
  • જોકે, સદભાગ્યે જૂતું ગોપાલ ઇટાલિયાને વાગ્યું નહોતું અને તેઓ માંડ-માંડ બચ્યા હતા.

👉 ઘટના બનતાની સાથે જ ‘આપ’ના કાર્યકરોએ જૂતું ફેંકનાર શખ્સને પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

➡️ હુમલાખોરનું ચોંકાવનારું નિવેદન:

  • જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
  • છત્રપાલસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું કે, તેમણે આ કૃત્ય પૂર્વ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો બદલો લેવાના ભાગરૂપે કર્યું છે.
  • તેણે કહ્યું કે, “ગોપાલ ઈટાલિયાએ જે તે સમયે પ્રદિપસિંહને જૂતું ફેંક્યું હતું, તેનો વસવસો મારા સમાજને રહી ગયો હતો. આજે મને મોકો મળવાથી સમાજ પ્રેમી હોવાથી મેં આ કાર્ય કર્યું છે અને બદલો વાળીને સંતોષ વ્યક્ત કર્યો છે.”

🛑 ગોપાલ ઇટાલિયા અને ‘આપ’ના આક્ષેપો:

👉બીજી તરફ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટના બાદ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
તેમણે કહ્યું કે, હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હતી.

👉 કેટલાક ‘આપ’ના અગ્રણીઓએ તો કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષો સાથે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે.

Trending

Exit mobile version