Gujarat

અમદાવાદમાં સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ,રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ,રોડ-રસ્તા પર પાણી જ પાણી

Published

on

અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. રિવરફ્રન્ટના વૉક વેની વાત કરીએ તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

  • સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
  • વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા
  • રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

અમદાવાદમાં આવેલું સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. જેમાં સાબરમતી નદીનો વોક વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી છે. જેમાં હાટકેશ્વર વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા છે .વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ અમદાવાદના મણિનગર જવાહર ચોક રોડ પર પાણી ભરાયું છે. તેમજ સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

Advertisement

ધરોઇ ડેમ અને સંત સરોવરથી પાણી છોડાતાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે બાદ પોલીસ દ્વારા સતત માઈકથી લોકોને પાળીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે. 

અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. રિવરફ્રન્ટના વૉક વેની વાત કરીએ તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સાથે ફરી એકવાર સાપ અને પાણીમાં રહેતા ખતરનાક જીવ ફરી બહાર કિનારે નદીમાંથી આવવા લાગ્યા છે. સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના બોપલમાં વરસાદના કારણે દિવાલ પડી છે.

બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક દુર્ઘટના બની છે. તેમાં કન્સ્ટ્રકશન સાઈટ પર દિવાલ ધસી પડતા મોટો ખાડો પડ્યો છે. સરસ્વતી હોસ્પિટલની અડીને આવેલ દિવાલ ધસી પડી છે. સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં રહેલ ત્રણ વાહનો નીચે પડ્યા હતા. જેમાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો છે.

Advertisement

Advertisement

Trending

Exit mobile version