ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 21 ઑગસ્ટ, ગુરુવારે પણ વરસાદનું ભારે જોર રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે.
અમદાવાદ શહેરમાં અને વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે.
હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તાર પર ચોવીસ કલાકમાં વરસાદનું જોર રહ્યું છે. સાઉથ ગુજરાતમાં નવસારી, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
હવામાનનો ડેટા દર્શાવે છે કે ચોવીસ કલાકમાં દાદરા અને નગરહવેલીમાં ચાર ઇંચ, આણંદમાં એક ઇંચ, અરવલ્લીમાં બે ઇંચ, ભરૂચમાં1.25 ઇંચ, દમણમાં 3.40 ઇંચ, ખેડામાં એક ઇંચ, મહીસાગરમાં ત્રણ ઇંચ, નર્મદામાં 1.25 ઇંચ, નવસારીમાં 6.50 ઇંચ, વલસાડમાં 5 ઇંચ, તાપીમાં 3 ઇંચ, ભાવનગરમાં 1.30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં પોણા ચાર ઇંચ, જૂનાગઢમાં 5.25 ઇંચ, પોરબંદરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.
આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ છે. છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદને લઈ શહેરમાં ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. 28 ઓગસ્ટ સુધી અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે.
વડોદરા માં પણ ઘણા લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થાય છે.હવામાન ખાતા કહેવા અનુસાર કાળા ડિબાંગ વાદળ સાથે ઝરમર વરસાદ પડી રહ્યો છે.વરસાદને લઈ શહેરમાં ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.