વડોદરા/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે જનતાના પ્રશ્નો માટે હોય છે, પરંતુ 12મા દિવસે ગૃહમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. રાજ્યના ધારાસભ્યો પ્રજાની સમસ્યાઓ ભૂલીને T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
🧐 ધારાસભ્યની ‘પીડા’ અને મંત્રીની ‘લાચારી’
ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “વર્લ્ડ કપની ફાઈનલ જોવી હતી, પણ ટિકિટ ન મળી.” નવાઈની વાત તો એ છે કે તેમણે રમતગમત મંત્રી જયરામ ગામીત પાસે પણ મદદ માંગી હતી, પરંતુ મંત્રી પણ ટિકિટની વ્યવસ્થા કરવામાં ‘લાચાર’ સાબિત થયા હતા.
👉વિપક્ષની એન્ટ્રી: ‘અમને બબ્બે ટિકિટ આપો’
આ ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ ઝંપલાવ્યું અને વિચિત્ર માંગણી કરી કે, “સરકારે તમામ 182 ધારાસભ્યોને મેચ જોવા માટે બબ્બે ટિકિટ ફાળવવી જોઈએ.”
🫵 ઇમરાન ખેડાવાળાના આકરા પ્રહાર
બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આ આખી ચર્ચાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે:
- ગૃહમાં પ્રજાના પ્રશ્નો કરતાં મેચની ટિકિટની ચર્ચા વધુ થઈ રહી છે.
- ટિકિટોના કાળાબજાર અને ડુપ્લિકેટ ટિકિટના કૌભાંડમાં પ્રવાસીઓ છેતરાયા છે, તેના પર ધ્યાન આપો.
🛑મંત્રીનો બચાવ: ‘માત્ર મજાક હતી’
મામલો ગરમાતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે આ રજૂઆત માત્ર રમૂજ માટે હતી. જોકે, તેમણે આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં જ્યારે મેચ યોજાશે ત્યારે તમામ સભ્યો મેચ નિહાળી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે.
✍️(જનતાનો અવાજ):
શું આપણી લોકશાહીના મંદિરમાં જનતાના ટેક્સના પૈસે ચાલતા સત્રમાં મેચની ટિકિટોની ચર્ચા શોભે ખરી? એક તરફ પ્રજા મોંઘવારી અને બેરોજગારીથી ઝઝૂમી રહી છે, ત્યારે ધારાસભ્યોને સ્ટેડિયમમાં બેસીને મેચ ન જોઈ શક્યાનો વસવસો સતાવી રહ્યો છે.
👆તમારું શું માનવું છે? શું ધારાસભ્યોને ટિકિટની ચિંતા કરવી જોઈએ કે પ્રજાના પ્રશ્નોની? કોમેન્ટમાં જણાવો.👇