વિદ્યાર્થીની હત્યા બાદ મણીનગરમાં જન આક્રોશ ફાટી નિકળ્યો
સિંધી સમાજના આગેવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા
સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્રોશ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો છે. જેમાં NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. સેવન્થ ડે સ્કૂલની બેદરકારીનો NSUIનો આક્ષેપ છે. તથા સેવન્થ ડે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં વાલીઓએ બબાલ કરી હતી. જેમાં વાલીઓ અને વિવિધ સંગઠનોના રોષ બાદ પોલીસ બંદોબસ્ત છે. સેવન્થ ડે સ્કૂલમાં 2 ACP, 4 PI સહિત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત છે. આજે પણ NSUI દ્વારા સ્કૂલમાં વિરોધની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે કુણાલ દેસાઈ, એસીપી, I ડિવિઝનના જણાવ્યા પ્રમાણે NSUI ના 50 થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ છે.
પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે, પોલીસ સોશ્યલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે. અત્યાર સુધી કુલ 2 ફરિયાદ નોંધાઈ છે. એક વિદ્યાર્થીની હત્યા મામલે અને બીજી ફરિયાદ ગઈકાલે તોડફોડ મામલે છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકશાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
તોડફોડ અંગે 400 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાઓ બંધ છે. મણીનગર આસપાસની શાળાના સંચાલકોએ સ્વયંભૂ બંધ પાળ્યું છે. તેમજ મણીનગર, ઈસનપુરના બજારો અને દુકાનો પણ બંધ છે. જેમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યું છે.
પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું તેમનું માનવું છે.